શોધખોળ કરો
Advertisement
‘કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઈ જાણતું નથી’, ગુજરાત વિધાનસભામાં કોણે કર્યું આ નિવેદન ?
ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રની આજથી શરૂઆત થઈ છે. સોમવારથી શરૂ થયેલા સત્રની શરૂઆતમાં સરકારે કોરોના મુદ્દે શોક પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રની આજથી શરૂઆત થઈ છે. સોમવારથી શરૂ થયેલા સત્રની શરૂઆતમાં સરકારે કોરોના મુદ્દે શોક પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
શોક પ્રસ્તાવ પર બોલતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના સામેની લડત લડનારા કોરોના વોરીયર્સને બિરદાવ્યા હતા ને કોરોના સામેની લડતમાં જીવ ગુમાવનારા લોકોને શ્રધ્ધાંજલિ આપી હતી.
કોરોનાં અંગે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે, કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઈ જાણતું નથી.
તેમણે કહ્યું કે, કોરોના વોરીયર્સ છ મહિનાથી શબ્દ આવ્યો છે પણ હું આરોગ્ય મંત્રી તરીકે કહું છું કે જ્યારે કોઈ હોસ્પિટલમાં જઈ શકતુ ન હતું ત્યારે હિંમતથી ડોક્ટરોએ દર્દીઓની સેવા કરી છે. પોલીસ વિભાગના કર્મચારીઓએ પણ ડોક્ટરોની સાથે જ સેવા આપી છે અને પોતાના જીવના જોખમે કામ કર્યુ છે. તેમણે કહ્યું કે, કોરોનામાં જીવ ગુમાવનારા તમામ હુતાત્માઓને આદરથી શ્રધ્ધાંજલી પાઠવું છું. કોઈ વ્યક્તિનુ જીવન મૂલ્ય સાથે સરખાવી શકાતુ નથી પણ જો કોઇ સેવા કરતાં કોરોનાથી અવસાન થાય તેમને 50 લાખ રૂપિયાની સહાય અપાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોના વોરિયર્સના કારણે અનેક લોકોના જીવ બચાવી શક્યા છે અને સૌ કોરોના વોરિયર્સની મહત્વની ભૂમિકા રહી છે. કોરોના વોરિયર્સ તથા પ્રજાજનોએ જીવ ગુમાવ્યા તેમને શ્રદ્ધાંજલિ આપું છું. કોરોના વાયરસથી વિશ્વ ભોગ બન્યું છે અને ગુજરાત પણ તેમાં છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તબિબ, પોલીસ સરકારી કર્મચારીઓ અને સેવાભાવી સંસ્થાઓએ બહુ કામ કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion