શોધખોળ કરો

Gujarat Election: PM મોદીએ BJPના પ્રદેશ કાર્યાલય કમલમમાં નેતાઓ સાથે બેઠક કરી

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં નેતાઓ સાથે બેઠક કરી હતી. ગૃહ મંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ પાટીલ સહિતના નેતાઓ બેઠકમાં  ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat election 2022:  પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં નેતાઓ સાથે બેઠક કરી હતી. ગૃહ મંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ પાટીલ સહિતના નેતાઓ બેઠકમાં  ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓ સાથે બીજા તબક્કાની ચૂંટણીને લઇ મંથન કરાયું હતું.

પીએમ મોદીએ પોતાના માતા હીરા બાના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ મુલાકાત બાદ તેઓ કમલમ્ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે હાઇ લેવલ બેઠક બોલાવી હતી. જ્યાં તેમણે અમીત શાહ સહિત ઉચ્ચ નેતાઓ સાથે બેઠક કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં  ઓછા મતદાનના કારણે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં ચિંતા છે. તેવામાં હાઇ લેવલ બેઠકથી રાજકીય ગરમાવો આવ્યો છે.

પીએમ મોદી રાત્રી રોકાણ રાજભવન ખાતે કરવાનાં છે. વહેલી સવારે તેઓ 8.30 વાગ્યે પ્રધાનમંત્રી મોદી રાણીપ ખાતે આવેલી નીશાન પ્રાથમિક શાળામાં મતદાન કરશે. આ ઉપરાંત પીએમ મોદી નાગરિકોને મહત્તમ મતદાન કરવા માટે અપીલ પણ કરી શકે છે.

Gujarat Election 2022: PM મોદી પહોંચ્યા ગાંધીનગર, માતા હિરાબાના લીધા આશિર્વાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા છે. ગુજરાતમાં પહોંચતા જ પીએમ મોદી તેના માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે ગઈકાલે, બીજા તબક્કાનું મતદાન છે. જેમાં મતદાન કરવા માટે પીએમ મોદી ગુજરાત આવ્યા છે. પીએમ મોદી આવતી કાલે અમદાવાદના રાણીપમાં મતદાન કરશે. 

Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા જોવા શ્રીલંકા અને મોરેશિયસના અધિકારીઓ ગુજરાત આવ્યા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. એક તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે અને બીજા તબક્કાનું મતદાન આવતીકાલે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાનો અભ્યાસ કરવા શ્રીલંકાના કમિશનર જનરલ ઓફ ઇલેક્શન્સ રથનાયકે અને મોરેશિયસના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર શ્રીમતી વિજીયાની કૂંજન ગુજરાત આવ્યા છે.

ગાંધીનગરમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ બંને મહાનુભાવોએ ગુજરાત વિધાનસભાની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી તંત્રની સજ્જતા વિશે વિગતવાર જાણકારી મેળવી હતી. શ્રીલંકાના કમિશનર જનરલ ઓફ ઇલેક્શન્સ એમ. કે. એસ. એસ. રથનાયકે અને મોરેશિયસના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર શ્રીમતી વીજીયાની કૂંજન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ઇન્ટરનેશનલ ઇલેક્શન વીઝીટર પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget