શોધખોળ કરો

Gandhinagar: અનોખી પહેલ! પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે ગુજરાતની આ હોસ્પિટલમાં 10 દિવસ ફ્રીમાં થશે મોંઘાદાટ ઓપરેશન

ગાંધીનગર: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઇ રહી છે. ત્યારે કલોલની સ્વામીનારાયમણ વિશ્વમમંગલ સંસ્થા દ્વારા લોકોના દર્દને દૂર કરવા 10 દિવસ સુધી તમામ પ્રકારની સારવાર મફત આપવામાં આવશે.

ગાંધીનગર: અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઇ રહી છે. ત્યારે કલોલની સ્વામીનારાયમણ વિશ્વમમંગલ સંસ્થા દ્વારા લોકોના દર્દને દૂર કરવા 10 દિવસ સુધી તમામ પ્રકારની સારવાર મફત આપવામાં આવશે. જી હા જે ઓપરેશનના હજારો રૂપિયા થાય છે, મોટાભાગના તે ઓપરેશન અહિં મફત કરી આપવામાં આવશે. 10 દિવસ સુધી નિષ્ણાત તબીબો ખડપેગ રહેશે એટલું જ નહીં લાખોની રકમ આ સંસ્થાએ દર્દીઓની સારવાર માટે ફાળવી છે.  

Gandhinagar: અનોખી પહેલ! પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે ગુજરાતની આ હોસ્પિટલમાં 10 દિવસ ફ્રીમાં થશે મોંઘાદાટ ઓપરેશન

શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની પાવન અવસરે સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુલ કલોલ દ્વારા (જી.ગાંધીનગર) સંસ્થા દ્વારા સંચાલિક પી.એસ.એમ મલ્ટી સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ અને સ્વામીનારાયમ મેડિકલ કોલેજ દ્વારા એક અનુકરણીય પહેલ કરવામાં આવી છે. જે અંતગર્ત હોસ્પિટલ ખાતે સળંગ 10 દિવસ સુધી એટલે કે તારીખ 22 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2024 સુધી સારવાર લેવા આવનાર તમામ દર્દીઓને ફ્રી સારવાર આપવામાં આવશે.

મોંઘાદાટ ઓપરેશન પણ એક રૂપિયાના ખર્ચ વગર કરી આપવામાં આવશે

એટલું જ નહીં મોંઘાદાટ ઓપરેશન પણ એક રૂપિયાના ખર્ચ વગર કરી આપવામાં આવશે. સ્પેશ્યાલિસ્ટ -સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો દ્વારા તમામ પ્રકારની સેવાઓ ઓપીડી, કન્સલ્ટેશન, ઓપરેશનો, પ્રસૃતિ, આઇ.સી.યુ ડાયાલીસીસ વગેરે તમામ સારવાર તદ્દન વિનામુલ્યે આપવામાં આવશે. 

Gandhinagar: અનોખી પહેલ! પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે ગુજરાતની આ હોસ્પિટલમાં 10 દિવસ ફ્રીમાં થશે મોંઘાદાટ ઓપરેશન

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પર્વને માનવ સેવાના માધ્યમથી ઉજવવામાં આવશે.

સંસ્થાના પ્રેસિડેન્ટ પૂ. સ્વામીશ્રી પ્રેમસ્વરૂપદાસજીના જણાવ્યા પ્રમાણે આ મહાઅભિયાનમાં કલોલ તથા આજુબાજુના દસ લાખ જેટલા લોકોને ઉચ્ચકક્ષાની આરોગ્ય સેવાનો વિના મુલ્યે લાભ આપીને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પર્વને માનવ સેવાના માધ્યમથી ઉજવવામાં આવશે. જેમાં સંસ્થા દ્વાર જરૂરિયાતમંદ દર્દીઓની સેવા માટે 50 લાખ જેવી માતબર રકમ ફાળવશે. આ તમામ સારવાર અમદાવાદના ખ્યાતનામ નિષ્ણાત ડોક્ટરો દ્વારા અપાશે. જેમાં યુરોલોજિસ્ટ, ન્યૂરો સર્જન,ઓર્થોપેડિક,ગાયનેક,પીડીયાટ્રીશન,આંખ,નાક-કાન,ગળા, ફીજીશીયન,ડેન્ટલ,માનસિક રોગો,ફિજયોશેરાપી વગેરે જેવી તમામ સ્પેશિયાલિટીનો સમાવેશ થશે. 

Gandhinagar: અનોખી પહેલ! પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે ગુજરાતની આ હોસ્પિટલમાં 10 દિવસ ફ્રીમાં થશે મોંઘાદાટ ઓપરેશન

10,000 કરતા વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાનું શિક્ષણ પુર પાડવામાં આવે છે

અમદાવાદ-મહેસાણા હાઇવે સ્થિત સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કેમ્પસમાં 30 એકર વિસ્તારમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સંચાલિત વિશ્વની એકમાત્ર સ્વામિનારાયણ યુનિવર્સિટી કાર્યરત છે. જેમાં મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથીક, નર્સિંગ, ફિજીયોથેરાપી, એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ વગેર જેવી કોલેજો દ્વારા 10,000 કરતા વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાનું શિક્ષણ પુર પાડવામાં આવે છે. સંસ્થાના વડા દ્વારા દર્દીઓને આ દસ દિવસ દરમિયાન મફત સારવાર લેવા પણ અપીલ કરાઇ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget