શોધખોળ કરો

ગુજરાત સરકારે રીક્ષા ચાલકો અને સ્કૂટર ચાલકો માટે શું કરી મોટી જાહેરાત? જાણો વિગત

રાજ્ય સરકાર કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારો માટે એસ.ટી. બસ અને સિટી બસ સેવાઓને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પાલન સાથે છૂટ આપશે. આ સાથે રીક્ષા ચાલકો અને સ્કૂટર ચાલકો અંગે પણ નિર્ણય લેવાશે.

ગાંધીનગરઃ આવતી કાલથી ગુજરાતમાં લોકડાન-4નો અમલ થવાનો છે. કેંદ્ર સરકાર દ્વારા દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉન-4માં ગુજરાત સરકાર દ્વારા અનેક છૂટછાટ આપવામાં આવી છે. ગઈ કાલે મુખ્યમંત્રી રૂપાણીએ કોને કોને છૂટછાટ આપવામાં આવશે, તેની જાહેરાત કરી હતી. જોકે, આ અંગેના નિયમો આજે જાહેર કરવામાં આવનાર છે. તેમજ આ છૂટછાટ આવતી કાલ મંગળવારથી અમલી બનવાની છે. ગુજરાત સરકારે ગઈ કાલે ટ્રાન્સપોર્ટેશનને લઈને પણ કેટલીક જાહેરાત કરી હતી. ટ્રાન્સપોર્ટેશન અંગે જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રીક્ષા અને સ્કૂટર ચાલકો અંગે પણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના આ નોટિફિકેશનમાં ટ્રાન્સપોર્ટ સર્વિસિસ માટે જે છૂટ અપાઈ છે તે મુજબ રાજ્ય સરકાર કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારો માટે એસ.ટી. બસ અને સિટી બસ સેવાઓને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પાલન સાથે છૂટ આપશે, તે અંગેના નિયમો પણ સોમવારે જાહેર કરાશે. તેમણે રાજ્યમાં રિક્ષાચાલકો અને સ્કૂટરચાલકો માટે પણ યોગ્ય છૂટછાટો આપવા અંગેનો નિયમો પણ સોમવારે SOP બન્યા પછી જાહેર કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નવી ગાઇડલાઇનનું પાલન મંગળવારથી થશે. છૂટછાટના નિયમો અંગે સોમવારે જાહેરાત કરાશે. કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર છૂટછાટ આપવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ ગઈ કાલે એસ.ટી. બસો અને સિટી બસો ચાલું કરવા અંગે પણ વાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનના આધારે મંગળવારે સવારથી રાજ્યમાં લોકડાઉનનો અમલ કરવાની જાહેરાત કરી છે. ભારત સરકારે ૩૧ મે સુધી લોકડાઉન લંબાવવાનું નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું છે. સાથોસાથ રેડ, ગ્રીન, ઓરેન્જ અને કન્ટેન્ટમેન્ટ ઝોન એવા વિસ્તારો માટે રાજ્ય સરકારને ભારત સરકારની હેલ્થ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ છૂટછાટ પણ આપી છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉનનો અમલ ચાલુ રહેશે એમ પણ તેમણે જણાવ્યું છે.

ટોપ સ્ટોરી

ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
Embed widget