(Source: ECI/ABP News/ABP Majha)
Soniaben Gokani: ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયાબેન ગોકાણીએ શપથ લીધા
Chief Justice of Gujarat Soniaben Gokani: જસ્ટિસ સોનિયાબેન ગોકાણી ગુજરાત હાઇકોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે. તેમણી નિમણૂંક 17 ફેબ્રુઆરી 2011ના રોજ કરવામાં આવી હતી.
Chief Justice of Gujarat Soniaben Gokani: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે કુમારી સોનિયાબેન ગોકાણીને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લેવડાવ્યા હતા. રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી અને રાજ્યના કાયદા-ન્યાય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મંચસ્થ મહાનુભાવોએ ઉચ્ચ ન્યાયાધિપતિ કુમારી સોનિયાબેન ગોકાણીને અભિનંદન પાઠવ્યા હતા.
શપથવિધિ સમારોહમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, મહાનુભાવો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિનું સંચાલન રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ રાજેશ માંજુએ કર્યું હતું.
જસ્ટિસ સોનિયાબેન ગોકાણી ગુજરાત હાઇકોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે. તેમણી નિમણૂંક 17 ફેબ્રુઆરી 2011ના રોજ કરવામાં આવી હતી અને 25 ફેબ્રુઆરી 2023ના રોજ તેઓ નિવૃત થઈ રહ્યા છે. ત્યારે ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા અધિકૃત રીતે ઓર્ડર જારી કરી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની નિમણૂંક કરવામાં આવી છે. જોકે, સોનિયાબેન ગોકાણી 15 દિવસ સુધી ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી શકશે કેમ કે, વય મર્યાદાના કારણે 24 ફેબ્રુઆરીએ નિવૃત થઈ રહ્યા છે.
સંસદીય કાર્યશાળામાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું મોટું નિવેદન, ગૃહમાં મંત્રી વચન આપતા પહેલાં બજેટની જોગવાઈ અને નિયમ જાણી લે
સંસદીય કાર્યશાળામાં ધારાસભ્યોની નિરસતા જોવા મળી. બીજા દિવસે પણ 182 માંથી 100થી વધુ ધારાસભ્યો ગેરહાજર રહ્યા. આજે વિધાનસભાની સંસદીય કાર્યશાળામાં આધ્યક્ષ શંકર ચૌધરીનું મહત્વનું નિવેદન આપ્યું, તેમણે કહ્યું, વિધાનસભા ગૃહમાં મંત્રી ખોખલા વચન ન આપી શકે. ગૃહમાં મંત્રી કહે કે હા આ કામ થઈ જશે એટલે તે કમિટમેંટ સરકારનું બની જતું હોય છે. મંત્રી જ્યારે આવું વચન આપે ત્યારે બજેટની જોગવાઈ અને નિયમો જાણીને બોલે. મંત્રીએ ગૃહમાં આપેલા વચનની અમલવારીની જવાબદારી અધિકારીઓની થાય છે. જો વચનનું પાલન નહિ થાય તો એક્શન પણ લેવાઈ શકે છે, આવી બાબતો ખાતરી સમિતિમાં આવે છે તેનું મૂલ્યાંકન થવું જરૂરી છે.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાના હસ્તે ઉદઘાટન
ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંસદીય કાર્યપ્રણાલીના નિયમોથી માહિતગાર થાય તે આશયથી ગુજરાત વિધાનસભા દ્વારા તા. ૧૫ અને ૧૬મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય “સંસદીય કાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં આજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીના હસ્તે સંસદીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. આ સંસદીય કાર્યશાળા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અતિથી વિશેષ પદે યોજાઈ રહી છે. ઓમ બિરલાએ આ પ્રસંગે કહ્યું હતું કે, ગુજરાતની ધરતી સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે. સામર્થ્યની ધરતી છે. ગુજરાતનો એક લાંબો ઈતિહાસ રહ્યો છે.
વિવિધ વિષયના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે
આ બે દિવસીય સંસદીય કાર્યશાળામાં 10થી વધુ વિષયો પર વિવિધ સત્ર યોજાશે. જેમાં સંસદીય લોકશાહીમાં જન પ્રતિનિધિઓની ભૂમિકા, વિધાનસભાની કાર્યવાહી અંતર્ગત શું કરી શકાય અને શું ન કરી શકાય?, સ્ટ્રેસ મેનેજમેન્ટ, સુદ્રઢ લોકશાહી માટે બંધારણીય સંસ્થાઓની ભૂમિકા,સંસદીય વિશેષાધિકારો અને નીતિમત્તાના ધોરણે, G-20માં ભારતનું પ્રમુખ સ્થાન, સંસદીય પ્રશ્નો અને તાકીદની જાહેર અગત્યની બાબતો પર ચર્ચા ઉપસ્થિત કરવાની નિયમ હેઠળની પદ્ધતિઓ, કારોબારી તંત્ર પર વિધાનસભાની સમિતિઓનો સંસદીય અંકુશ, વિધાનસભામાં નાણાકીય કામકાજ, વિધાનસભામાં કાયદો ઘડવાની પ્રક્રિયા જેવા વિવિધ વિષયોને આવરી લેવાશે. આ તમામ વિષયો પર સંસદના નિષ્ણાંતો, તજજ્ઞો તેમજ વિવિધ વિષયના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે.