Crime News: માત્ર 200 રૂપિયા માટે દેશ સાથે દગો! પાકિસ્તાની એજન્ટોને ગુપ્ત માહિતી આપતા યુવકની ગુજરાત ATSએ કરી ધરપકડ
Gujarat Crime News: ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. તેઓએ એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) જહાજોની હિલચાલ વિશે સંવેદનશીલ માહિતી શેર કરી હતી.
Crime News: કોસ્ટગાર્ડની જાસૂસી કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસે ઓખાથી ગોહિલ દિપેશ નામના યુવકી ધરપકડ કરી છે. દિપેશ ભારતીય જળ સીમામાં રહેલા કોસ્ટ ગાર્ડની માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો. પાકિસ્તાની જાસૂસી એજન્સી સાથે સંપર્કમાં રહી માહિતી મોકલતો હતો.
આ અંગે વિગતે વાત કરીએ તો, આતંકવાદ વિરોધી સ્ક્વોડ (ATS) ના ગુજરાત યુનિટે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) જહાજોની હિલચાલ વિશે સંવેદનશીલ માહિતી શેર કરવા બદલ દીપેશ નામના એક કોન્ટ્રાક્ટ કર્મચારીની ધરપકડ કરી છે. દીપેશ કોસ્ટગાર્ડની બોટની માહિતી મોકલવા માટે રોજના 200 રૂપિયા લેતો હતો અને તેણે પાકિસ્તાની એજન્ટ પાસેથી 42,000 રૂપિયા મેળવ્યા હતા. દીપેશ ગોહિલ નામનો વ્યક્તિ ઓખા પોર્ટ પર કામ કરતો હતો અને ફેસબુક દ્વારા પાકિસ્તાની જાસૂસ સાથે સંપર્કમાં હતો.
ફેસબુકથી કરી હતી મિત્રતા
ડિટેક્ટીવએ દીપેશ સાથે ફેસબુક પર 'સાહિમા' નામથી મિત્રતા કરી હતી અને ત્યારબાદ વોટ્સએપ પર પણ તેના સંપર્કમાં રહ્યો હતો. એજન્ટે દીપેશને ઓખા બંદરે પાર્ક કરેલી કોસ્ટગાર્ડ બોટનું નામ અને નંબર પૂછ્યો હતો. એજન્ટની ઓળખ હજુ સ્પષ્ટ નથી.
ગુજરાત ATS અધિકારીએ માહિતી આપી હતી
ગુજરાત એટીએસના અધિકારીએ જણાવ્યું હતું કે, અમને માહિતી મળી હતી કે ઓખાનો એક વ્યક્તિ કોસ્ટ ગાર્ડ બોટની માહિતી વોટ્સએપ દ્વારા પાકિસ્તાન નેવી અથવા ISIના એજન્ટો સાથે શેર કરી રહ્યો છે. તપાસ બાદ અમે ઓખાના રહેવાસી દિપેશ ગોહિલની ધરપકડ કરી છે. દીપેશ જે નંબર સાથે સંપર્કમાં હતો તે નંબ પાકિસ્તાનનો હતો.
200 રૂપિયા મળતા હતા
એટીએસના જણાવ્યા અનુસાર, દીપેશ ઓખા બંદરે પાર્ક કરાયેલા જહાજો સુધી આસાનીથી પહોંચતો હતો. પાકિસ્તાની જાસૂસને માહિતી આપવા માટે તેને રોજના 200 રૂપિયા મળતા હતા અને તેનું કોઈ ખાતું ન હોવાથી તેણે તે પૈસા તેના મિત્રના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. પછી તેણે તેના મિત્ર પાસેથી રોકડ રકમ લીધી અને કહ્યું કે વેલ્ડીંગ કામના પૈસા છે. તેણે એજન્ટ પાસેથી 42,000 રૂપિયા લીધા હતા. અગાઉ, ગયા મહિનાની શરૂઆતમાં, ગુજરાત એટીએસે કોસ્ટ ગાર્ડ બોટ વિશેની માહિતી પાકિસ્તાની જાસૂસોને મોકલવાના આરોપમાં પોરબંદરમાંથી પંકજ કોટિયા નામની વ્યક્તિની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો...