શોધખોળ કરો
Advertisement
આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ, કેટલા સરકારી વિધાયકો ગૃહમાં રજૂ થશે? જાણો વિગત
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રનો તા. 18મીને સોમવારથી પ્રારંભ થશે. પાંચ દિવસીય સત્રમાં સાત બેઠક મળશે. આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે બજેટને બદલે મંગળવારે લેખાનુંદાન રજૂ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન પછી શહીદોને શ્રદ્ધાંજલિ આપીને બેઠક પૂર્ણ કરવામાં આવશે.
સત્ર પહેલા ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. સત્રમાં બુધ, ગુરુવારે બે બે બેઠક મળશે. આજથી પ્રારંભ થનારા વિધાનસભા સત્રમાં પુલવામા હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
સૂત્રોના કહ્યા પ્રમાણે સત્ર દરમિયાન ગુજરાત દુકાન અને સંસ્થા(રોજગાર નિયમન અને સેવાની શરતો) વિધેયક, ગુજરાત ખેત-જમીન ટોચ મર્યાદા(સુધારા) વિધેયક, ગુજરાત ગૃહનિર્માણ બોર્ડ(સુધારા) વિધેયક અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિ. કોર્પોરેશન(સુધારા) વિધેયક રજૂ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement