શું ગુજરાતીઓને માસ્કમાંથી મળશે મુક્તિ? આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું મોટું નિવેદન
હાલમાં રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઈને હવે લોકોમાં ચર્ચા છે કે ક્યારે લોકોને જાહેરમાં માસ્ક પહેરમાંથી મુક્તિ મળશે. દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર દંડ વસુલવામાં આવતો નથી.
ગાંધીનગર: હાલમાં રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઈને હવે લોકોમાં ચર્ચા છે કે ક્યારે લોકોને જાહેરમાં માસ્ક પહેરમાંથી મુક્તિ મળશે. દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર દંડ વસુલવામાં આવતો નથી. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ કોરોનાના નિયમોમાં ઘણી છૂટ આપવામાં આવી છે. તો હવે ગુજરાતમાં ક્યારે વધુ છૂટછાટ મળશે તે અંગે લોકોમાં ચર્ચા છે.
માસ્ક અંગે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આપણને બધાને એમ લાગે છે કે કોરોનામાંથી મુક્તિ મળી છે. જો કે, આઈસીએમઆરની ગાઈડલાઈન છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ, પણ હકીકતએ છે કે મેં અને અહીં બેઠેલા તમે લોકોએ પણ હાલ માસ્ક નથી પહેર્યું. જો કે, IMCRની ગાઈડલાઈન પ્રમાણે ગુજરાતમાં નિયમો લાગું છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ નોંધાયા, 43 સંક્રમિતોના મોત
દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આશરે બે વર્ષ બાદ સતત બે દિવસ સુધી હજારથી ઓછા કેસ નોંધાયા બાદ ફરી એક વખત કેસમાં વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ અને 43 લોકોના મોત થયા છે.
બુધવારે 1086 નવા કેસ અને 71 સંકંમિતોના મોત થયા હતા.. મંગળવારે 795 નવા કેસ અને 58 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે 913 નવા કેસ અને 13 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 1096 નવા કેસ નોંધાયા હતા અને 81 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે દેશમાં 1260 નવા કેસ અને 83 સંક્રમિતોના મોત થયા હતા.
એક્ટિવ કેસ 12 હજારથી ઓછા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11,639 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,530 પર પહોંચ્યો છે. દેશમાં 4,24,97,567 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 185 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.