શોધખોળ કરો
Advertisement
અલ્પેશ ઠાકોરની વધી શકે છે મુશ્કેલી, કોંગ્રસના દંડક વિધાનસભા અધ્યક્ષની લઈ શકે છે મુલાકાત
આજે કોંગ્રેસના દંડક વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ મળે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિધાનસભા અધ્યક્ષ જો આજે ગાંધીનગર હશે તો કોંગ્રેસના દંડક એમની સાથે મુલાકાત કરશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો હતો. અલ્પેશ ઠાકોરે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં ઠાકોર સેનાના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું. ત્યારે કોંગ્રેસે તેની સામે પગલા ભરવાના શરૂ કર્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે વિધાનસભા સચિવને મળીને અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી હટાવવા રજૂઆત કરી હતી.
અગાઉ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરી હતી. પક્ષ છોડવાની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે 10 એપ્રિલે કોંગ્રેસને રાજીનામું મોકલી આપ્યું હતું. ત્યારબાદ બનાસકાંઠાના દિયોદરમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પક્ષ વિરોધી કાર્ય કરતાં કોંગ્રેસે તેની સામે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો. તેમજ અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદેથી પણ હટાવ્યો હતો.
હવે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કોંગ્રેસની કવાયતમાં ફરીથી હલચલ શરૂ થાય તેવી શક્યતા છે. આજે કોંગ્રેસના દંડક વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ મળે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિધાનસભા અધ્યક્ષ જો આજે ગાંધીનગર હશે તો કોંગ્રેસના દંડક એમની સાથે મુલાકાત કરશે.
અલ્પેશ ઠાકોર મામલે કાર્યવાહી કરવા કોંગ્રેસ દંડકે વિધાનસભા અધ્યક્ષ સાથે ટેલિફોનિક વાત કરી હતી. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ અલ્પેશ ઠાકોર મામલે કાર્યવાહી કરવાની રજુઆત હતી. જોકે, વિધાનસભા અધ્યક્ષ હાલ મહારાષ્ટ્ર હોવાના કારણે વિલંબ થઈ રહ્યો છે. 3 મેના રોજ અધ્યક્ષ પરત ફર્યા બાદ કોંગ્રેસનું નેતૃત્વ અધ્યક્ષને ફરી મળશે અને અલ્પેશ ઠાકોર મામલે કાર્યવાહી કરવા રજુઆત કરશે.
નોંધનીય છે કે, રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરતાં અલ્પેશ ઠાકોરે આ મુદ્દે કોંગ્રેસને ચિમકી ઉચ્ચારી હતી અને કહ્યું હતું કે, હું રાધનપુર ધારાસભ્ય પદેથી કોઈપણ ભોગે રાજીનામુ આપવાનો નથી. મને જનતાએ જીત અપાવી છે. કોંગ્રેસમાં પાર્ટી વિરુદ્ધ કાર્ય કરેલ ઘણા નેતાઓ આજે પાર્ટીમાં છે.
તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે ચૂંટણી પહેલા કેમ કાર્યવાહી ના કરી. આ વાવજોડા પહેલાની શાંતિ છે. જો પાર્ટી દ્વારા કોઈ ખોટા પગલાં ભરવામાં આવશે, તો પરિણામ ભોગવવા તૈયાર રહે. અલ્પેશ ઠાકોરના સમર્થનમાં કોણ કોણ નેતાઓ છે તે પત્તા પણ સમય આવ્યે ખોલવામાં આવશે, તેમ અલ્પેશે કહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion