Gandhinagar: રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી, જાણો ક્યા અધિકારીને કઈ જવાબદારી સોંપવામાં આવી
Gandhinagar: ગાંધીનગર: રાજ્યમાં 7 આઈએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં કમલ દાયાણી,એમ કે દાસ,મોના ખાંધાર,અશ્વિની કુમાર, મનિષ ભારદ્વાજ, આરતી કુંવર, રાજ કુમાર બેનિવાલનો સમાવેશ થાય છે.
Gandhinagar: ગાંધીનગર: રાજ્યમાં 7 આઈએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં કમલ દાયાણી,એમ કે દાસ,મોના ખાંધાર,અશ્વિની કુમાર, મનિષ ભારદ્વાજ, આરતી કુંવર, રાજ કુમાર બેનિવાલનો સમાવેશ થાય છે. કમલ દાયાણીને ACS Gasdમાં મુકાયા છે. એમ કે દાસની ACS મહેસુલમાં બદલી થઈ છે. આ ઉપરાંત એમ કે દાસને ACS વાહન વ્યવહારનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
જ્યારે મોના ખાંધારને અગ્ર સચિવ પંચાયત તરીકે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત મોના ખંધારને અગ્ર સચિવ મહેસુલનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. અશ્વિની કુમારની અગ્ર સચિવ શહેરી વિકાસ તરીકે બદલી થઈ છે. અશ્વિની કુમારને યુવા અને રમત ગમત વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સોંપાયો છે. મનીષ ભારદ્વાજને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો વધારાનો હવાલો સોંપાયો છે. આરતી કંવરને નાણાં વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. રાજકુમાર બેનીવાલને પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટની સાથે ગુજરાત મેરિટાઈમ બોર્ડનો હવાલો સોંપાયો છે.
રાજ્યના IPS અધિકારીઓની બદલીને લઈ શું આવ્યા મોટા સમાચાર,જાણો
કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગઈ કાલે અમદાવાદમાં હતા. અમદાવાદમાં તેમણે સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના પ્રોજેક્ટ અને લોકસભાના વિકાસના કાર્યોની સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી.
એક સપ્તાહમાં IPS અધિકારીઓની બદલી થઈ શકે છે
રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલીની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. રથયાત્રા બાદ બદલીની શક્યતાઓ હતી ત્યારે હવે એક સપ્તાહમાં જ IPS અધિકારીઓની બદલી થઈ શકે છે.
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા બાદ પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ કમિશનરનો ચાર્જ છે. ત્યારે હવે ટૂંક સમયમાં અમદાવાદ શહેરને નવા કમિશનર મળે તેવી શક્યતા છે. અમદાવાદ સહિતના મહાનગરો તેમજ રાજ્યની અલગ-અલગ રેન્જના આઈજીની બદલી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. અનેક જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિને ધ્યાનમાં રાખી IPS અધિકારીઓની બદલી કરવામાં આવી શકે છે.