Kalol : અમિત શાહે કહ્યું, “એક ખાનું ખાલી રાખી દીધું, આવતા વખતે એવું કામ કરજો કે તોડફોડ ન કરવી પડે”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિવિલ હોસ્પિટલ , એસ જી હાઈવે , સોલા ખાતે સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજ તેમજ જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓ માટે શરૂ થનાર ભોજન વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો.
Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિવિલ હોસ્પિટલ , એસ જી હાઈવે , સોલા ખાતે સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજ તેમજ જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓ માટે શરૂ થનાર ભોજન વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો. આ અંગે તેમણે લખ્યું કે ગાંધીનગર ક્ષેત્રના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 'અન્નક્ષેત્ર' અને નવનિર્મિત 'કોલેજ ઓફ ઓડિયોલોજી'નું ઉદ્ઘાટન કર્યું. જ્યાં એક તરફ અન્નક્ષેત્રથી દર્દીઓના સગાઓને વિનામૂલ્યે ભોજન મળશે તો બીજી તરફ કોલેજથી વિસ્તારના યુવાનોને સારૂ શિક્ષણ મળશે તેમજ જાહેરજનતાને સારી આરોગ્ય સુવિધાનો લાભ મળશે.
ત્યારબાદ ગાંધીનગર જિલ્લાના કલોલમાં મોટી ભોયણ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સહયોગથી કેન્સર રોગ લોકજાગૃતિ અંગેની તાલીમ માટેના કાર્યક્રમનો શુભારંભ તેમજ વિવિધ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ સાથે જ તેમણે મોટી ભોયણ ખાતે પ્રાથમિક શાળા નં 1માં આરોગ્ય કર્મચારીઓના આરોગ્યની તપાસ કાર્યક્રમના સબ સેન્ટરની મુલાકાત લીધી.
બપોરે કલોલ નગરપાલિકા કેમ્પસમાં આવેલા ભારત માતા ટાઉનહોલ ખાતેથી કલોલ નગરપાલિકાના BVM રેલ્વે ફાટક પર નિર્માણ પામનાર ઓવરબ્રિજ અને સરદાર ગાર્ડનના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું.
ગાંધીનગરના કલોલ ખાતે 17 કરોડના ખર્ચે તૈયાર થનાર BVM ગેટ રેલવે ઓવર બ્રિજ અને સરદાર પટેલ ગાર્ડન નવીનીકરણ કાર્ય હેતુ શિલાન્યાસ કર્યો.
— Amit Shah (@AmitShah) March 26, 2022
આ રેલ્વે ઓવર બ્રિજથી કલોલ નગરપાલિકાના રહીશોના સમય અને ઇંધણની બચત થશે તેમજ વાહનવ્યવહાર સુવિધામાં સાનુકૂળતા વધશે. pic.twitter.com/Vx0XDI6TlX
એક ખાનું બાકી રહી ગયું, કામ એવું કરજો કે આવતી વખતે તોડફોડ ન કરવી પડે
ભારત માતા ટાઉનહોલમાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે કલોલના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હોય કે ન હોય અમે કામ કરવા માટે બંધાયેલા છીએ. તેમણે કહ્યું કે કલોલની જનતાએ નગરપાલિકા આપી દીધી, તાલુકા પંચાયત આપી દીધી, સંસદ સભ્ય પણ આપી દીધો, બસ એક ખાનું ખાલી રાખી દીધું. કલોલના ધારાસભ્યનું ખાણું ખાલી રાખી દીધું. કલોલ નગરપાલિકાની ચૂંટણી અંગે તેમણે કહ્યું કે આવતી વખતે એવું કામ કરજો કે તોડફોડ ન કરવી પડે.
તેમણે કહ્યું આજે બે કાર્યક્રમોનું આયોજન થયું છે. 22 કરોડથી વધુના નાના મોટા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું. 34 ગામોમાં નાના મુદ્દાના નિવારણ થશે. આ સુવિધાઓથી આગળ પણ ફાયદો થશે. 7 ઓક્ટો 2001થી યાત્રા શરૂ થઈ છે જે અવિરત ચાલુ છે. નરેન્દ્રભાઈ રોજે રોજ ભારતની જનતાના વિકાસની યોજનાઓનો જ વિચાર કરે છે. 5 રાજ્યોની ચૂંટણીમાં ખાસો સમય ગયો. લાંબા સમય બાદ મળવાનું થયું છે. 4 રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સુરક્ષિત , યશસ્વી જીત મેળવી છે.