શોધખોળ કરો

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો કઇ તારીખથી કયાં વિસ્તારમાં ત્રણ દિવસ પડી શકે છે વરસાદ

હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 30 નવેમ્બરથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઇ શકે છે.

  Weather update:હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 30 નવેમ્બરથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી રાજ્યમાં માવઠુ થઇ શકે છે.

રાજ્યમાં ક્યાં વિસ્તારમાં પડશે વરસાદ

આવતી 30મી નવેમ્બરથી રાતથી 2જી ડિસેમ્બર સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે.

હવામાન વિભાગે  આગાહી મુજબ સામાન્યથી ભારે વરસાદની શક્યતા જોવાઇ રહી છે.30 નવેમ્બરથી આગામી 24 કલાક સુધી દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, ડાંગ, તાપી,. વલસાડ, નવસારી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે.

1 ડિસેમ્બરથી આગામી 24 કલાક સુધી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, મહિસાગર, ગીર સોમનાથ અને દીવ, બોટાદ, સુરેન્દ્રનગર, , જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદરમાં વરસાદનો શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની સાથે તાપમાનનો પારો પણ ગગડશે. પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો પણ અનુભવી શકાશે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડી તેમજ દિવસભર તાપમાન રહેતા લોકો ગરમીનો અનુભવ કરે છે.

એક સપ્તાહ પહેલા રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. 20 તાલુકામાં 1 ઇંચથી વઝધુ વરસાદ નોંધાયો હતો. જેના પગલે  કપાસ સહિતના ઉભા પાકને નુકસાન થયું હતું, ફરી એકવાર ત્રણ દિવસ વરસાદની અગાહી થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કમોસમી વરસાદથી જીરૂ સહિતના પાકને નુકસાન થઇ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget