શોધખોળ કરો
પોરબંદર જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યા નોંધાયું કેંદ્ર બિંદુ
પોરબંદર જિલ્લામાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના સતત આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ છે.

પોરબંદર: પોરબંદર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બરડા પંથકના ગામોમાં મોડી રાત્રે 1.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાા છે. જો કે ભુકંપનું કેંદ્ર બિદું ભાણવડની આસપાસના નોંધાયું છે. ભૂકંપના સતત આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ છે. ગઈકાલે પોરબંદર જિલ્લાના અડવાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવયા હતા. બાદમાં સાંજે ફરી એક વખત આંચકા અનુભવાયા હતા. છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આ પહેલા રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અચાનક ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. આ પહેલા પણ પોરબંદર જિલ્લમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 3.0 ની તીવ્રતાના ભૂકંપના આંચકા બે દિવસ પહેલા અનુભવાયા હતા. પોરબંદરના બરડા પંથકના કુણવદર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
વધુ વાંચો





















