Ranavav Election Result: રાણાવાવમાં ભાજપને લાગશે ઝટકો, સમાજવાદી પાર્ટી ઈતિહાસ રચવા તરફ
Ranavav Election Result: ગુજરાત લોકલ બોડી ઈલેક્શનના પરિણામોમાં બીજેપીનો દબદબો જોવા મળી રહ્યો છે. જોકે, ક્યાક બીજેપી માટે ખરાબ સમાચાર પણ સામે આવી રહ્યા છે.

Ranavav Election Result: ગુજરાત લોકલ બોડી ઈલેક્શનના પરિણામોમાં બીજેપીનો દબદબો જોવા મળી રહ્યો છે. જોકે, ક્યાક બીજેપી માટે ખરાબ સમાચાર પણ સામે આવી રહ્યા છે. એક તરફ જુનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબ્જો જોવા મળ્યો છે તો રાણાવાવમાં ભાજપના હાથમાંથી સત્તા જઈ શકે છે. રાણાવાવમાં વોર્ડ-4માં સમાજવાદી પાર્ટીની પેનલ જીતી છે. રાણાવાવમાં જાહેર 16 પૈકી 12 પર સપાના ઉમેદવાર વિજયી થયા છે. આમ બીજેપી માટે રાણાવાવમાં પરિણામો ઝટકા સમાન છે.
ચાણસ્મા નગરપાલિકા પર ભાજપનો કબ્જો
ચાણસ્મામાં જાહેર પરિણામમાં 13 પર ભાજપનો વિજય થયો છે. જ્યારે કપડવંજ તા.પંની નિર્મલી બેઠક પર ભાજપની જીત થઈ છે. ગાંધીનગરની છાલા બેઠક પર ભાજપની જીત થઈ છે. સંતરામપુર વોર્ડ નંબર-2માં ભાજપની પેનલનો વિજય થયો છે. બોટાદની ગઢડા નગરપાલિકા પર ભાજપનો કબ્જો જોવા મળી રહ્યો છે.
- જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરી ભાજપનો કબજો
- સોનગઢ નગરપાલિકામાં ભાજપનો લહેરાયો ભગવો
- ગઢડા નગરપાલિકામાં ભાજપનું સુકાન નક્કી
- કોડીનાર અને રાજુલા નગરપાલિકામાં ભાજપનું શાસન નક્કી
- કાલાવડ અને વંથલી નગરપાલિકામાં ભાજપને બહુમતી
- હારીજ અને ચોરવાડ નગરપાલિકામાં ભાજપનું શાસન નક્કી
- ચલાલા અને ધરમપુર નગરપાલિકામાં ભાજપની પ્રચંડ જીત
- ચાણસ્મા, હળવદ અને જેતપુર નગરપાલિકામાં ભાજપનું શાસન નક્કી
આમ આદમી પાર્ટીનો દિલ્લીમાં પરાજય થયા બાદ એક આ પાર્ટી માટે સારા સમાચાર છેે. સલાયા નગરપાલિકાની ચારેય બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે વિજય મેળવ્યો છે, સલાયા નગરપાલિકામાં AAPના 4 ઉમેદવારનો વિજય થયો છે. સલાયા નપામાં વોર્ડ-1માં AAPના 4 ઉમેદવારનો વિજય થયો છે. ખેડા વોર્ડ નંબર-1માં ભાજપનો 1, SP-1, BSP-1 અને 1 અપક્ષના ફાળે જાય છે. ખેડબ્રહ્મા નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં કોંગ્રેસના 1 અને અન્યના 3 ઉમેદવાર જીત્યા છે. ઉલ્લેખનિય છે કે, દિલ્લીમાં માત્ર 22 સીટથી સમેટાઇ ગયેલી આમ આદમી પાર્ટી માટે આ એખ એક સારા સમાચાર છે.
ગત 16 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક સ્વરાજના ચૂંટણીજંગનું આજે પરિણામ આવી રહ્યું છે. સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ચૂકી છે, જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગર પાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ પર તમામની નજર છે. આજે બપોર સુધીમાં પાંચ હજારથી વધુ ઉમેદવારોમાંથી કોણ વિજય પતાકા લહેરાવશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચો...
Surat Election Result: સુરત વોર્ડ નંબર 18 ની પેટાચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોણે મારી બાજી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
