શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં આજે 1236 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, અત્યાર સુધી કુલ 2,12,839 લોકો સ્વસ્થ થયા
આજે વધુ 1236 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,12,839 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે. રાહતની વાત એ છે કે, કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1236 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,12,839 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આ સાથે રાજ્યમાં કોરોના રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 92.57 ટકા છે. રાજ્યમાં કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આજે 54,883 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં 87,80,266 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેવી ચિત્ર સામે આવી રહ્યું છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1110 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4193 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 12881 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,12,839 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 12820 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,29,913 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion