શોધખોળ કરો

ગુજરાતમાં ભારે વરસાદ, 127 રસ્તાઓ સહિત, 9 સ્ટેટ હાઈવે બંધ, 26 ગામમાં વીજળી ગૂલ

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે.  આ સિવાય સોરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદને લઇને હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે

Gujarat Rain:ગુજરાતમાં મોનસૂન  (monsoon)એક્ટિવ છે પરંતુ તેની પેર્ટન બદલાઇ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યાં બાદ હવે ઉતર ગુજરાતમાં વરસાદ (rain) ધરાને ધરવી રહ્યો છે.  જો કે ભારે વરસાદ કેટલીક જગ્યાએ આફત રૂપ બન્યો છે. ભાર વરસાદના કારણે અનેક ગામો વીજળી ગૂલ છે તો કેટલાક રસ્તા પણ બંધ છે. ભારે વરસાદના પગલે  રાજ્યના કુલ 127 રસ્તાઓ બંધ થયા છે. જેમાં  9 સ્ટેટ હાઈવે અને 113 પંચાયતના રસ્તાઓનો સમાવેશ થાય છે.  આ તમામ રસ્તાઓ ભારે વરસાદના  કારણે ઠપ્પ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે.  આ સિવાય સોરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદને લઇને હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. ખાસ કરીને પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદનું અનુમાન છે. રાજ્યમાં ભારે વરસાદન આગાહીના પગલે આજ સવારથી અમદાવાદ સહિતના ગુજરાતનાઅનેક જિલ્લામાં મેઘરાજાની ઘૂવાધાર એન્ટ્રી થઇ ચૂકી છે. જેના કારણે વરસાદી પાણી ભરાઇ જતાં રસ્તાઓ બંધ થયા છે.

પોરબંદર જિલ્લાના 60 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. દ્વારકાના છ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.  તો જૂનાગઢ જિલ્લાના 19 રસ્તાઓ પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.  તો જામનગર જિલ્લાના 8, ગીર સોમનાથ જિલ્લાના સાત રસ્તા બંધ કરવામાં આવ્યા છે. કચ્છમાં પણ વરરસાદના કારણે કેટલાક રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. કચ્છ જિલ્લાના સાત રસ્તા પર વાહન વ્યવહાર બંધ છે.

સતત સવારથી વરસી રહેલા ભારે વરસાદના કારણે  રાજ્યના  26 ગામોનો  વીજ પુરવઠો ખોરવાયો છે.26 ગામોમાં વીજળી ગૂલ તથા જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. જો કે વીજ પુરવઠોની પર્વવત કરવા માટે  વીજ વિભાગે કામગીરી શરૂ કરી છે.  

ભારે વરસાદના પગલે એસટીની બસ ડૂબી 

સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. હિંમતનગરમાં પણ વરસાદ વરસ્યો છે. હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા છે.  રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ છે. બસ પાણીમાં ડૂબી હોય તેવા વીડિયો પણ વાયરલ થયા છે.  જો પ્રવાસીનું સમયસર  રેસ્ક્યુ કરવામાં આવતા મોટી જાનહાનિ ટળી છે.  આ હિંમતનગરથી વીરાવડા - હમીરગઢ બસ હમીરગઢ અંડર બ્રિજના પાણીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બસ પાણીમાં ગરકાવ થઈ હતી. એસટી બસ અંડર બ્રિજમાં જ સેન્સરના કારણે બંધ પડી હતી. આસપાસના ખેતરોનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં વર્ષોથી ભરાતું રહે  છે. દર વર્ષે ચોમાસામાં અંડર બ્રિજમાં પાણી ભરાય છે. વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાય છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Embed widget