શોધખોળ કરો

કાળઝાળ ગરમી બની જીવલેણ, રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં 15નાં મોત, હિટ સ્ટ્રોકના 30થી વધુ નોંધાયા કેસ

રાજ્યમાં છેલ્લા સપ્તાહથી તાપમાનનો ( temperature) પારો 42થી પાર જતાં અકળાવી દેતી ગરમીએ બીમારી પણ વધારી છે. આકરી ગરમી જીવલેણ સાબિત થઇ રહી છે.

દેશભરના મોટાભાગના રાજ્યો હિટવેવનું (Heatwave)નું  ટોર્ચર યથાવત છે. હિટવેવના કારણે બીમારી અને મોતની સંખ્યાનું પ્રમાણ પણ વધ્યું છે.

વડોદરામાં અસહ્ય ગરમીની બિમારીને લઈને મોતનો સિલસિલો યથાવત છે. છેલ્લા 24 કલાકમાં ગરમીની બિમારીને લઈને વધુ બે વૃદ્ધોએ જીવ ગુમાવ્યા છે .તો છેલ્લા ચાર દિવસમાં 15 લોકોના મોત  નિપજ્યા છે.  સન સ્ટ્રોકના કારણે છેલ્લા ચાર દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 30 કોલ મળ્યાં છે.

દક્ષિણ ગુજરાતમાં પણ અંગ દઝાડતી ગરમીનો માર લોકો અનુભવી રહ્યાં છે. સુરત અને વલસાડમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.  હીટવેવની ચેતવણીને પગલે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. .. દર્દીઓને કઈ રીતે સારવાર આપવી તે અંગે મેડિકલ ઓફિસર,નર્સિંગ સ્ટાફ અને ઈન્ટર્ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ ગરમીના કારણે લૂ લાગવા સહિતના કેસમાં પણ વધારો થયો છે.

સુરતમાં હિટવેવના કારણે  ત્રણ વ્યક્તિના અચાનક મોત થયા છે. નાની વેડનો 32 વર્ષીય યુવાન, ઘોડદોડ રોડના 35 વર્ષીય યુવાન અને કાપોદ્રામાં 41 વર્ષીય રત્નકલાકારનું  બેભાન થયા બાદ અચાનક જ  મોત થયું છે. સૂર્યના આકરા તાપ વચ્ચે સુરત શહેરમાં એકાએક બેભાન થવા અને છાતીમાં દુઃખાવાની ફરિયાદાવાળઆ કેસમાં સતતત વધારો થઇ રહ્યો છે.  સુરતના  નાની વેડનો  32  વર્ષીય યુવાન, ધોડદોડ રોડના 35 વર્ષીય યુવાન, કાપોદ્રામાં 41 વર્ષીય યુવાન રત્નકલાકારની તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણાગામમાં શિવાજી નગરમાં રહેતો 32 વર્ષીય ભીખા સોમાભાઇ કુંવર ગત સાંજે નાની વેડ ખાતે જગીરાવાડી પાસે અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયો હતો. આ અંગે જાણ થતા 108 દ્વારા તાબડતોબ તેમને હોસ્પિટલ સારવાર અર્થે પહોચાડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઇ જતાં ડોક્ટરે તેમે મૃત જાહેર કર્યો હતો.
બીજા બનાવમાં ધોડદોડ રોડ પર સાવલાની એસ્ટેટ ખાતે રહેતો 35 વર્ષીય રોહન હરીશ ભેડા પણ મંગળવારે ઘરમાં બેડરૃમમાં અચાનક તબિયત લથડતાં  બેભાન થઇ ગયો હતો. જ્યાં તેને  ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની  બહેન  અને  પિતા કન્ટ્રકશના કામ સાથે સંકળાયેલા છે. જયારે તે પણ કોઇ વખત કન્ટ્રકશન સાઇટ ઉપર જતો હતો.

ત્રીજા બનાવમાં કાપોદ્રામાં શ્રીજી કૃર્પા સોસાયટીમાં રહેતો 41  વર્ષીય રાજેશ પરબતભાઇ ભેડા  ગત મોડી સાંજે નોકરી કરીને  ઘરે ગયા બાદ અચાનક બેભાન થઇ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.  તો જૂનાગઢમાં પણ આ જ રીતે એક વ્યક્તિનું મોત થયું છે. રાજેશ મુળ પમ અચાનક બેભાન થઇ ગયા હતા. જેને હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરે મૃત જાહેર કર્યાં હતા. આ કેસમાં પણ  ગરમીના કારણે હાર્ટ અટેકથી મોત થયાની આશંકા સેવાઇ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | અમેરિકાથી ઈન્ડિયાનું ડ્રગ્સ કનેક્શનHu to Bolish | હું તો બોલીશ | પરીક્ષાની સિસ્ટમ લીક!Shaktisinh Gohil: દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે, ભાજપના મળતીયાઓ હપ્તા લે છેRushikesh Patel: જવાહરભાઇ નારાજ હશે તો તેની નારાજગી દૂર કરવામાં આવશે: ઋષિકેશ પટેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી
સફેદ સાડીમાં આ અંદાજમાં ઝહીર ઈકબાલની દુલ્હન બની સોનાક્ષી સિન્હા, જુઓ કપલની પ્રથમ તસવીરો
સફેદ સાડીમાં આ અંદાજમાં ઝહીર ઈકબાલની દુલ્હન બની સોનાક્ષી સિન્હા, જુઓ કપલની પ્રથમ તસવીરો
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી, સાવરકુંડલા, ધારી, લાઠી,ખાંભામાં વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી, સાવરકુંડલા, ધારી, લાઠી,ખાંભામાં વરસાદ
Gir Somnath Rain: ગીર સોમનાથના તાલાલા પંથકમાં બે ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath Rain: ગીર સોમનાથના તાલાલા પંથકમાં બે ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Embed widget