શોધખોળ કરો
Advertisement
ગુજરાતના 20 જેટલા વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા, જાણો શું પડી રહી છે તકલીફ
વડોદરાની યુવતી શ્રેયા ચીનમાં ફસાઈ છે. શ્રેયા અને તેના મિત્રોને રૂમમાંથી બહાર નીકળવા દેવામાં આવતાં નથી અને તેને ખાવા અને પાણી પીવાની પણ સમસ્યા ઊભી થઈ છે
વડોદરા: ચીનમાં કોરોન વાયરસની અસરના કારણે વડોદરાનું પરિવાર ચિંતિત બન્યું છે. વડોદરાના નવાયાર્ડમાં રહેતા શશી કુમાર જયમાનની પુત્રી શ્રેયા ચીનના વુહાનમાં એમ.બી.બી.એસનો અભ્યાસ કરવા ગઈ છે જ્યાં તે હુબેઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને યુનિવર્સિટીની હોસ્ટેલમાં જ રહે છે.
વડોદરાની યુવતી શ્રેયા ચીનમાં ફસાઈ છે. શ્રેયા અને તેના મિત્રોને રૂમમાંથી બહાર નીકળવા દેવામાં આવતાં નથી અને તેને ખાવા અને પાણી પીવાની પણ સમસ્યા ઊભી થઈ છે. શ્રેયાની સાથે વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહેતા વૃંદ પટેલ નામનો યુવાન પણ ફસાયો છે. આ સાથે જ ગુજરાતમાંથી 20 વિદ્યાર્થીઓ પણ ફસાયા છે.
શ્રેયા તેના માતા-પિતાને ફોન પર સંપર્ક કરી ભારત પરત આવવા માટે ગૂહાર લગાવી રહી છે. શ્રેયાના પિતાએ પોતાની દીકરીને પરત લાવવા માટે પીએમઓ, ગુજરાતના મુખ્યમંત્રી, દેશના વિદેશમંત્રી, ગૃહમંત્રી અને સાંસદ રંજન ભટ્ટને ટ્વીટ કરી મદદ માંગી છે. વડોદરા ઉપરાંત વડનગરનો યુવાન મીથિલ પટેલ પણ ચીનમાં ફસાયો છે. મિથીલ પટેલેએ વીડિયો બનાવી ભારત સરકાર પાસે માંગી મદદ છે.
આ સાથે જ ખાવા-પીવાની સમસ્યા ઊભી થઈ હોવાનું કહ્યું છે. આ સાથે જ હજુ એક પણ ભારતીય કોરોન વાયરસની ચપેટમાં ન આવ્યો હોવાનું પણ કહ્યું છે. વડોદરાના સાંસદ રંજન ભટ્ટએ શ્રેયાના પરિવારનો સંપર્ક કર્યો. શ્રેયાની તમામ માહિતી સાંસદ કાર્યલયમાંથી માંગવામાં આવી છે. શ્રેયાની માતાએ ભારત સરકાર પાસેથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત ચીનથી પરત લાવવા માટે મદદ માંગી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement