Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામા વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મળતી જાણકારી અનુસાર, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામા વરસાદ વરસ્યો હતો.
મળતી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં સવા 8 ઈંચ, સોનગઢમાં સવા 6 ઈંચ, વિસાવદરમાં સવા 6 ઈંચ, ઘોઘામાં છ ઈંચ, પાલિતાણામાં સાડા 4 ઈંચ, વાપીમાં સવા 4 ઈંચ, વલ્લભીપુરમાં સવા 4 ઈંચ, વલસાડના પારડીમાં સવા 4 ઈંચ, વલસાડ તાલુકામાં ચાર ઈંચ, ભાવનગર તાલુકામાં પોણા ચાર ઈંચ, સિહોરમાં પોણા 4 ઈંચ, ઉનામાં પોણા 4 ઈંચ, ઉમરગામમાં પોણા 4 ઈંચ, સુત્રાપાડામાં સાડા 3 ઈંચ, સાયલામાં સાડા 3 ઈંચ, કોડીનારમાં સાડા 3 ઈંચ, વાલોડમાં સવા 3 ઈંચ, જલાલપોરમાં સવા 3 ઈંચ, ભેંસાણમાં 3 ઈંચ, ચુડામાં પોણા 3 ઈંચ, કુકાવાવમાં પોણા 3 ઈંચ, આહવામાં પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.તે સિવાય લીલીયામાં અઢી ઈંચ, ખેરગામમાં અઢી ઈંચ, બારડોલીમાં અઢી ઈંચ, ઉચ્છલમાં અઢી ઈંચ, ગીર ગઢડામાં અઢી ઈંચ, સુબીરમાં અઢી ઈંચ, બગસરામાં અઢી ઈંચ, ભાવનગરના મહુવામાં સવા બે ઈંચ, તાલાલામાં સવા 2 ઈંચ, માળીયા હાટીનામાં સવા 2 ઈંચ, તળાજામાં સવા બે ઈંચ, ઉમરાળામાં સવા બે ઈંચ,
ચોટીલામાં સવા બે ઈંચ, નિઝરમાં સવા બે ઈંચ, જાફરાબાદમાં સવા બે ઈંચ, લીંબડીમાં સવા બે ઈંચ, જેસરમાં બે ઈંચ, પાટણ તાલુકામાં બે ઈંચ, અમરેલી તાલુકામાં બે ઈંચ, સાવરકુંડલામાં પોણા બે ઈંચ, સુરતના મહુવામાં પોણા બે ઈંચ, મેંદરડામાં પોણા બે ઈંચ, ધોલેરામાં પોણા બે ઈંચ, વઘઈમાં પોણા બે ઈંચ, મહેસાણામાં પોણા બે ઈંચ, ગારીયાધારમાં પોણા બે ઈંચ, વાંસદામાં દોઢ ઈંચ, ગઢડા, પાટણ-વેરાવળમાં દોઢ ઈંચ, વિંછિયામાં દોઢ ઈંચ, નવસારી તાલુકામાં દોઢ ઈંચ, બોટાદમાં દોઢ ઈંચ, કોટડા સાંગાણીમાં દોઢ ઈંચ, જાંબુઘોડામાં દોઢ ઈંચ, ભિલોડામાં દોઢ ઈંચ, ધારીમાં દોઢ ઈંચ, પલસાણામાં દોઢ ઈંચ, કુકરમુંડામાં દોઢ ઈંચ વરસ્યો હતો.
ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી
રાજ્યના ચાર જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ભાવનગર, તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે.
આ તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય રાજ્યના 10 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, જ્યારે મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
ભાવનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં જળબંબાકાર