Roshni mountaineer: ગુજરાતની આ દીકરીએ ઉત્તરાખંડના ઉંચા પર્વતને સર કરી કડકડતી ઠંડીમાં કર્યા યોગ
Roshni mountaineer: કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે એ કરી શકે જે કહેવત નવસારીની દીકરીએ સાર્થક કરી બતાવી છે. બીલીમોરાની 25 વર્ષીય યુવતીએ ઉત્તરાખંડના મુશ્કેલ ટ્રેક એવા તુંગનાથ, દેવરીયાતાલ સફળતાપૂર્વક સર કરી ત્યાં તિરંગો લહેરાવ્યો હતો.
Roshni mountaineer: કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે એ કરી શકે જે કહેવત નવસારીની દીકરીએ સાર્થક કરી બતાવી છે. બીલીમોરાની 25 વર્ષીય યુવતીએ ઉત્તરાખંડના મુશ્કેલ ટ્રેક એવા તુંગનાથ, દેવરીયાતાલ સફળતાપૂર્વક સર કરી ત્યાં તિરંગો લહેરાવ્યો હતો.
સામાન્ય રીતે સાહસિક પ્રવૃતિઓ અને પર્વતારોહણ જેવા શોખથી દૂર રહેતા ગુજરાતીઓને હવે સાહસિક ગતિવિધિઓમાં પણ આગવું પ્રદર્શન કરી રહ્યા છે. જેના ભાગરૂપે યુવાનો પર્વતારોહણ તરફ આગળ વધી રહયા છે. ત્યારે નવસારીના બીલીમોરા શહેરમાં રહેતી રોશની ટેલર દ્વારા સૌથી ઊંચી શિખર પર ચઢી નવસારી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયાગ જિલ્લા સ્થિત મંદાકિની અને અલકનંદા નદીની ખીણમાં આવેલ અને મહાભારતમાં પણ જેનો ઉલ્લેખ છે તેમજ દુનિયા ઉંચા શિખરોમાં જેની ગણના થાય છે એવા તુંગનાથ (3690 મીટર, 12106 ફૂટ) શિવ મંદિર તરીકે વિશ્વ વિખ્યાત છે એ શિખર સર કરી ત્યાં દેશનો તિરંગો ધ્વજ લહેરાવ્યો હતો.
એટલું જ નહીં તેણી યોગ ઇન્સ્ટ્રકટર છે એણે આટલી ઉંચાઈ પર -2 ડિગ્રી તાપમાનમાં પાતળી હવાના કારણે સામાન્ય માણસને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય છે ત્યાં યોગ કરીને પોતાના સાહસનો પરિચય આપ્યો હતો. ટ્રેકિંગના સફરના બીજા ચરણમાં ઉખીનાથ - ચોપટા રોડ સ્થિત (2438 મીટર, 7999 ફૂટ)ની ઉંચાઈ પર આવેલ દેવરીયાતાલનું કપરા ચઢાણ ચઢીને ત્રિરંગો લહેરાવી ગુજરાતને ગર્વ અપાવ્યું હતું.
કહેવાય છે કે કોઈપણ મંઝિલ સુધી પહોંચવા માટે પરિવારનો સાત ખૂબ જ મહત્વનો હોય છે એવામાં રોશનીના માતા અને એના ભાઈએ એને આ શિખર સુધી પહોંચવામાં અનેક મદદરૂપ થયા રોશની પોતાના વ્યવસાય એ યોગા ટીચર છે અને લોકોને યોગનું મહત્વ સમજાવે છે ત્યારે આ શિખર સર કરવા માટે યોગ સૌથી વધારે એને ઉપયોગી બન્યો હતો. આ શિખર સર કરવા માટે રોશની બે થી અઢી મહિના સુધી સતત પ્રેક્ટિસ કરતી હતી જેમાં ચાલવાનું ખોરાક પર કાબુ અને યોગા નો ખુબ મહત્વ છે અને આ તમામમાં એના ભાઈ અને એના માતાએ ખૂબ એનો સાથ અને સહકાર આપ્યો
રોશનીના આ સાહસિક કામથી અન્ય લોકોને પ્રેરણા મળે એવી કામગીરી આગળ પણ કરવામાં આવે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અને સાથે જ રોશનીએ હજુ વધારે આગળ વધી અને માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચવાનું સ્વપ્ન સેવિયું છે.