શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યારે પડશે ભારે વરસાદ ?
હવામાન વિભાગના મતે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુંલેશનની અસર જોવા મળશે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
ગાંધીનગર: આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી છે. રાજ્યમાં 4, 5 અને 6 જૂલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે સુરત, તાપી, વલસાડ, ભરૂચ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં આગામી 6-8 જુલાઇ દરમિયાન ધોધમાર વરસાદ પડશે.
હવામાન વિભાગના મતે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુંલેશનની અસર જોવા મળશે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 16 ટકા વરસાદ ખાબક્યો છે.
આગામી 5 જુલાઇએ છત્તીસગઢની આસપાસ સક્રિય થનારા મજબૂત લો-પ્રેશરની અસરોથી 6થી 8 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement