શોધખોળ કરો
પ્રાંતિજ: હાઈવે પર કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સામે આવતાં બાઈકને અથડાઈ, 3નાં મોત
હાઈવે પર કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદીને સામેની સાઈડે આવતાં બાઈકને અથડાઈ હતી. અકસ્માત બાદ પ્રાંતિજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પ્રાતિંજ નજીક આવેલા નેશનલ હાઈવે પર કાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતાં. હાઈવે પર કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદીને સામેની સાઈડે આવતાં બાઈકને અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક સહિત કારમાં સવાર 2 વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં. અકસ્માત મામલે પ્રાંતિજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પ્રાંતિજ પાસે પૂરપાટ ઝડપે જતી કારના ડ્રાઈવરે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં જતી રહી હતી. તે સમયે સામેથી આવતાં બાઈકને કારે જોરદાર ટક્કર મારી હતી. ડિવાઈડર કૂદી આવ્યા બાદ કાર ત્રણથી ચાર વખત પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક સહિત કારમાં સવારે બે વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.
પ્રાંતિજ હાઈવે પર સર્જાયેલ આ ગંભીર અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માત બાદ પ્રાંતિજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિકને હળવો કર્યો હતો. ત્યાર બાદ લીસે તમામ મૃતકોનાં પીએમ માટે તેમના મૃતદેહોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
પ્રાંતિજ હાઈવે પર સર્જાયેલ આ ગંભીર અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માત બાદ પ્રાંતિજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિકને હળવો કર્યો હતો. ત્યાર બાદ લીસે તમામ મૃતકોનાં પીએમ માટે તેમના મૃતદેહોને હોસ્પિટલ ખસેડ્યા હતા. વધુ વાંચો





















