શોધખોળ કરો

Gujarat Corona Case Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 341 કેસ નોંધાયા, 3 લોકોના મોત

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસ 300ની આસપાસ  સામે આવી રહ્યા છે.   આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 341 કેસ સામે આવ્યા છે.

Gujarat Corona Case Update: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસ 300ની આસપાસ  સામે આવી રહ્યા છે.   આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 341 કેસ સામે આવ્યા છે. આમ હવે 400ની આસપાસ કેસ પહોંચી જતા તંત્ર એલર્ટ બન્યું છે. 

આજે રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે 3 લોકોના મોત થયા છે.  અમદાવાદ શહેરમાં 134 કેસ નોંધાયા છે.  અમદાવાદ શહેરમાં 1, વલસાડમાં 1 અને વડોદરામાં કોરોના સંક્રમણથી 1 મોત થયું છે.  રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે. તેમજ આજે 312 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2246 કોરોનાના એક્ટિવ કેસ છે. તેમજ 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે.    

Gujarat: આવતીકાલે પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે TET 1 ની પરીક્ષા યોજાશે

રવિવારે પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે  ટીચર્સ એલજિબ્લીટી ટેસ્ટ   TET 1 યોજાવાની છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવાવાની છે. આ પરિક્ષામાં ખાસ પેપર ટ્રેસિંગ માટે PATA એપ્લિકેશનનો ઉપયોગ થશે. જેથી પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે. અમદાવાદમાં કુલ 80 પરીક્ષા કેન્દ્રો પર 15000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે ત્યારે પરીક્ષાને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 

TET-1 માટે અંદાજે 87 હજાર ઉમેદવાર પરીક્ષા આપવાના છે. જોકે આ વખતે પરીક્ષાને લઇ બોર્ડ દ્વારા ફૂલપ્રૂફ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પરીક્ષા પહેલા જ પરીક્ષા સાથે સંકળાયેલા કેન્દ્ર સંચાલકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ સાથે જ આ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બોર્ડ પરીક્ષાના તર્જ પર PATA પેપર બોક્સ ઓથેન્ટિકેશન ટ્રેકિંગ એપ્લિકેશન ની મદદ લેવામાં આવી છે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં PATA નો ઉપયોગ કરવામાં આવે છે, તેવી રીતે ટેટ પરિક્ષામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. 'પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન' નામથી તૈયાર કરાયેલી મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષાના સીલ બંધ કવર તેમજ પરીક્ષા આપનાર ઉમેદવારઓની સંખ્યા પર સીધી નજર રાખવાનો પ્રયાસ કરશે. 

'PATA' તમામ પરીક્ષા કેન્દ્રના સ્થળ નિરીક્ષકોએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવાનો રહેશે. આ એપના માધ્યમથી પરીક્ષા કેન્દ્ર પર રવાના થતા તમામ પેપર બોક્સ ટ્રેક કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર સીલ બંધ બોક્સ ખોલતા પહેલા તેના ફોટો પાડીને આ એપમાં અપલોડ પણ કરવાના રહેશે. તો સાથે જ તમામ ઉમેદવારોની હાજરી અને ગેરહાજરીની સંખ્યા પણ એપ્લિકેશનમાં સ્થળ સંચાલકોએ અપલોડ કરવાની રહેશે. તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ બે ફોટોગ્રાફ 'PATA'માં અપલોડ કરવાના ફરજીયાત રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
Embed widget