Accident In US: અમેરિકામાં એક જ પરિવારના 4 ગુજરાતીના મૃત્યુ, ટ્રીપમાં ગયા બાદ શું થયું જાણો
Accident In US: અમેરિકામાં ટ્રિપમાં ગયેલા ચારેય ગુજરાતીના મૃતદેહ મળી આવ્યાં છે. ચારેયની ટ્રિપમાં ગયાના 5માં દિવસ મૃતદેહ મળ્યા હતા.

Accident In US:અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતીના મોત થયા છે. આ ચારેય લોકો અમેરિકામાં રોડ ટ્રિપમાં ગયા હતા. ચારેયની ટ્રિપમાં ગયાના પાંચમાં દિવસે મૃતદેહ મળ્યાં હતા, ચારેયની ઉંમર 80 વર્ષથી વધુ છે. ગુજરાત મૂળના ચાર વરિષ્ઠ નાગરિકોમાં દુર્ઘટનામાં 89 વર્ષીય ડૉ. કિશોર દીવાન, 85 વર્ષીય આશા દીવાન, 86 વર્ષીય શૈલેશ દીવાન અને 84 વર્ષીય ગીતા દીવાનનો સમાવેશ થાય છે.પામેલા તમામ લોકોની ઉંમર 80 વર્ષથી વધુ છે. આ ચારેય લોકો માર્શલ કાઉન્ટી સ્થિત પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ પેલેસ ઓફ ગોલ્ડ જઈ રહ્યા હતા આ દરમિયાન અકસ્માત નડતાં ચારેયના મૃત્યુ થયા છે
મેરિકામાં રોડ ટ્રીપ દરમિયાન ગુમ થયેલા મૂળ ગુજરાતી પરિવારના સીનિયર સિટીઝન રવિવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા અને તેમનું વાહન ક્ષતિગ્રસ્ત મળી આવ્યું હતું.મળતી માહિતી મુજબ તેનું વાહન બિગ વ્હીલિંગ ક્રીક રોડ પાસે એક ઢાળ પર ક્ષતિગ્રસ્ત મળી આવ્યું હતું. તેઓ 29 જુલાઈએ છેલ્લે પેન્સિલવેનિયાના એરીમાં પીચ સ્ટ્રીટ પર એક બર્ગર કિંગ આઉટલેટ પર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું હતું આ બાદ તેનો કોન્ટેક્ટ કપાઇ ગયો હતો. ચારેય લોકો માર્શલ કાઉન્ટ ખાતે આવેલા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ પેલેસ ઓફ ગોલ્ડ જઈ રહ્યા હતા અને 29 જુલાઈએ ત્યાં જ રોકાવવાનું આયોજન હતું.
ઉલ્લેખનિય છે કે,. જે જગ્યાએ તેમનું ક્ષતિગ્રસ્ત વાહન મળ્યું એ વિસ્તાર થોડો ઉજ્જડ છે. જેના લીધે તેની ભાળ મળવામાં અને રેસ્ક્યુ ટીમને પહોંચવામાં સમય લાગ્યો હતો. અધિકારીઓએ રવિવારે માહિતી આપી હતી કે કિશોર દિવાન, આશા દિવાન, શૈલેષ દિવાન અને ગીતા દિવાન નામના ચાર વ્યક્તિઓના મૃતદેહ માર્શલ કાઉન્ટીમાં એક ખડકવાળા રસ્તાની બાજુમાંથી મળ્યા હતા. તેમની કાર 2 ઑગસ્ટની રાત્રે 9:30 વાગ્યે મળી આવી હતી.એક પરિવારના 4 વરિષ્ઠના નિધનથી દીવાન પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.





















