(Source: ECI/ABP News/ABP Majha)
CNG Pump: સોમવારે ગુજરાતના 400 CNG પંપ 24 કલાક માટે રહેશે બંધ, વાહન ચાલકોની વધશે મુશ્કેલી
સુરત: CNG પંપ માલિકો અને સરકાર વચ્ચે કમિશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને આવતીકાલે દક્ષિણ ગુજરાતના CNG પંપ માલિકોની હડતાળ પર ઉતરશે. કમિશન મુદ્દે સરકાર સામેના વિરોધ રુપે CNG પમ્પ 24 કલાક માટે બંધ રહેશે.
સુરત: CNG પંપ માલિકો અને સરકાર વચ્ચે કમિશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને આવતીકાલે દક્ષિણ ગુજરાતના CNG પંપ માલિકોની હડતાળ પર ઉતરશે. કમિશન મુદ્દે સરકાર સામેના વિરોધ રુપે 400 જેટલા CNG પમ્પ 24 કલાક માટે બંધ રહેશે. કમિશન મુદ્દે સરકારને વારંવાર રજુઆત છતાં કમિશન નહિ વધારતા બંધ પાળી વિરોધ નોંધવશે પંપ માલિકો. જેને લઈને આવતીકાલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
રાજકોટમાં જુગાર રમવા બાબતે યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
રાજકોટના ઘન્ટેશ્વર 25 વારિયામાં હત્યાની ઘટના સામે આવી છે. બેથી ત્રણ શખ્સોએ શોહિલ મેમણ નામના 25 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે. હત્યા અંગે સામે આવેલી વિગતો અનુસાર જુગાર રમવા જેવી બાબતને બોલાચાલી થઇ અને ત્યાર બાદ ઉશ્કેરાઈને આરોપીએ યુવકની હત્યા કરી નાખી. યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગુનો નોંધી આગળની કાર્યાવાહી હાથ ધરી હતી.
અમદાવાદના આ ગામમાં દેરાણી-જેઠાણીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના એક ગામમાં બે મહિલાની હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના ઝાણું ગામમાં બે મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક મહિલાઓ દેરાણી-જેઠાણી હતી. મળતી જાણકારી અનુસાર, મૃતક ગીતાબહેન ઠાકોર અને મૃતક મંગીબહેન ઠાકોર બપોરે લાકડા કાપવા માટે ખેતરની સીમમાં ગયા હતા. બપોર બાદ પણ પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી.આ સમયે બંનેની લાશ મળી આવી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી બંનેની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કણભા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
પાટણના વેપારીને યુવતીએ ફોન કરી શરીરસુખ માણવા બોલાવ્યો, ખેતરમાં ગયા અને.....
પાટણનો વેપારી ફસાયો રૂપના મોહમાં ફસાતા ધંધે લાગી ગયો હતો. હનીટ્રેપ કરતી યુવતીએ પાટણના આધેડને ફોન પર પ્રેમભરી વાતો કરી ફસાવીને બન્નેની સહમતીથી શરીર સુખ માણ્યું. શરીર સુખ માણ્યા બાદ હનીટ્રેપ ગેંગે ફરિયાદી પાસેથી બન્દૂકની અણીએ 10 લાખ રુપિયા માગ્યા હતા. જે બાદ વેપારીએ ફરિયાદ કરતા પાટણ પોલીસે હનીટ્રેપ ગેંગના મહિલા સહીત કુલ 5 આરોપીઓને જેલ ભેગા કર્યા છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, પાટણ શહેરમાં રહેતા આધેડ ઉંમરના વેપારીને અજાણી મહિલા સાથે ફોન પર વાતો કરવાનું ભારે પડ્યું છે. પાટણમાં વેપારીઓ તેમજ અન્ય લોકોને હનીટ્રેપમાં ફસાવીને લાખોની માંગણી કરતી ટોળકીએ ગેંગની મુખ્ય ભૂમિકા ધરાવતી મહિલાનો ઉપયોગ કરીને અજાણ્યા વેપારી પર ફોન કરીને મીઠી મીઠી વાતો કરતી. ત્યાર બાદ થોડા દિવસ સુધી ફોન પર સંપર્કમાં રહીને પહેલા પ્રેમ સંબંધ બાંધ્યો અને ત્યારબાદ મહિલાએ વેપારીને અજાણી જગ્યા પર એકાંતમાં બોલાવીને શરીર સુખ માણ્યું હતું.
જોકે વેપારીને હનીટ્રેપમાં ફસાયાની શંકા જતા સમગ્ર વિગત પોલીસ સમક્ષ રજૂ કરી અને પોલીસે હનીટ્રેપના ગુનાની મહિલા સહિતની કુલ 5 આરોપીઓની ગેંગને પકડીને તેમજ ગુનાના કામમાં વાપરવામાં આવેલ ગાડી તેમજ 36 હજાર રોકડા એમ કુલ ચાર લાખ એક્સઠ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પાટણના વેપારી પર બનેલ હનીટ્રેપના ગુનામાં પકડાયેલ આરોપી સંજય ઠાકોર, મંગાજી ઠાકોર, અનિલ પરમાર, હિંમત રાજપૂત, પૂજા જોષી તેમજ ગેંગમાં સામેલ અન્ય 2 આરોપીઓ નવઘણજી ઠાકોર, વામનજી ઠાકોર જે ફરાર હોઈ અગાઉ પણ હનીટ્રેપના ગુનામાં પોલીસ ચોપડે નામ નોંધાવી ચુક્યા છે અને હવે નવી રચેલી હનીટ્રેપની ગેંગ દ્વારા ફરિયાદી વેપારી સિવાય પણ અન્ય કોઈ વ્યક્તિને હનીટ્રેપના ગુનામાં ફસાવ્યા છે કે નહીં સાથે ફરાર બે આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે