શોધખોળ કરો
ગુજરાતમાં 5.3 રિક્ટર સ્કેલનો અનુભવાયો ભૂકંપનો આંચકો, લોકો ઘર બહાર દોડી આવ્યા
ગુજરાતમાં આજે રાત્રે 8.13 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતમાં 5.3 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

અમદાવાદઃ ગુજરાતમાં આજે રાત્રે 8.13 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતમાં 5.3 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાજકોટ, અમદાવાદ, કચ્છ, મોરબી સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના ભચાઉથી 13 કિમી દૂર ભૂકંપનું એપી સેંટર નોંધાયું છે. ભૂકંપના કારણે ક્યાંક મકાનોમાં તિરાડ પડી તો ક્યાંક મકાનની છત તૂટી પડી છે. ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ અને પાટણના કલેક્ટર સાથે ફોન પર વાત કરી. કચ્છના અંજારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગર પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગરમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ISRના જણાવ્યા મુજબ 5.3 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ISRએ કહ્યું આ ભૂકંપના આંચકાથી જૂના મકાનોમાં તિરાડ પડી શકે છે. જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ભૂકંપના કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.
વધુ વાંચો




















