શોધખોળ કરો
ડાંગના આ વિસ્તારમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, ભારે વરસાદને લીધે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ડાંગના આહવામાં 1.28 ઈંચ, વઘઈમાં 4.2 ઈંચ, સુબિરમાં 1.25 ઈંચ ખાબક્યો

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતના ડાંગના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જના કારણે કુદરતી સૌંદર્ય પણ ખુલી ઉઠ્યું હતું. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. જેના કારણે નદીઓમાં પાણી જોવા મળ્યું હતું. ભાર વરસાદને કારણે સ્થાનિક લોકોને પણ મુશ્કેલી પડી હતી. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ડાંગના આહવામાં 1.28 ઈંચ, વઘઈમાં 4.2 ઈંચ, સુબિરમાં 1.25 ઈંચ અને સાપુતારા સહિત અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતાં. ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતાં જ્યારે ભારે વરસાદને લઈને ફરવા આવેલા લોકોને પણ મુશ્કેલી પડી હતી. ડાંગમાં પડી રહેલા વરસાદે મોડી રાતે વિરામ લીધો હતો.
વધુ વાંચો





















