શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 514 નવા કેસ, 28નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 24104
છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 514 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 28 દર્દીઓના મોત થયા છે. આજે 339 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 514 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 28 દર્દીઓના મોત થયા છે. આજે 339 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 24104 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1506 પર પહોંચ્યો છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 64, વડોદરામાં 44, ગાંધીનગર 15, જામનગર 9, ભરૂચ 9, રાજકોટ 8, પંચમહાલ 7, સાબરકાંઠા 4, જૂનાગઢ 4, પાટણ 3, સુરેન્દ્રનગર 3, મહેસાણા 2, અરવલ્લી 2, વલસાડ 2, બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા, બોટાદ, નવસારી, નર્મદા અને અમરેલીમાં 1-1 કેસ જ્યારે અન્ય રાજ્ય 3 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 28 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 23, સુરત 4, અરવલ્લીમાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1506 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 16672 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5926 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 5855 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 92 હજાર 909 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement