Accident: ઉદયપુરમાં ભંયકર અકસ્માત, બેકાબૂ ટ્રકે 6 વાહનને મારી જોરદાર ટક્કર, 3 ગુજરાતીના મૃત્યુ
Accident ઉદેયપુરમાં ભીષણ રોડ દુર્ઘટનામાં ગુજરાતના ઠાકોર સમાજના 3 યુવાનોના મૃત્યુ થયા છે. પૂરપાટ ઝડપે આવતા ટ્રકે 6 વાહનોને જોરદાર ટક્કર મારી હતી. જાણીએ ડિટેલ

Accident:ઉદેપુરમાં સર્જાયેલી ભીષણ રોડ દુર્ઘટનામાં ત્રણ ગુજરાતી યુવકના મૃત્યુ થયા છે. ટ્રકના ડાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભાભર તાલુકાના 3 યુવાનોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ યુવાનોમાં મેરા ગામના અરવિંદજી ઠાકોર, અબાસણા ગામના વિક્રમજી ઠાકોર, ભીમબોરડી ગામના પ્રકાશજી ઠાકોરનું મૃત્યુ થયું છે. દુર્ઘટનાના પગલે
બનાસકાંઠા સાંસદ ગેનીબેને દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકના પરિજનોને સાંત્વના પાઠવી છે.
રવિવારે સાંજે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગોગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીર બાવજી નજીક એક ભયાનક માર્ગ અકસ્માત થયો. પથ્થરોથી ભરેલું એક અનિયંત્રિત ટ્રેલર ટેન્કર સાથે અથડાતાં ફોર્ચ્યુનર સહિત ચાર અન્ય વાહનોને ટક્કર મારી હતી. જેમાં 3 ગુજરાતી યુવક સહિત 4નાં મોત થયા છે. આ અકસ્માતને કારણે ઉદયપુર-પિંડવારા હાઇવે પર લગભગ બે કલાક સુધી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ફોર્ચ્યુનર પલટી ગઈ હતી અને ઘાયલોને બચાવવામાં સૌથી વધુ સમય લાગ્યો હતો.
ફસાયેલા લોકોને કટરનો ઉપયોગ કરીને બચાવવામાં આવ્યા.
પોલીસે જણાવ્યું કે રસ્તાના બાંધકામ માટે બ્લોક્સ લઈ જતું ટ્રક અચાનક પલટી ગયું. પાછળથી પૂરપાટ ઝડપે આવતું એક ટ્રક સાથે અથડાયું અને પછી તે એક પછીએ એક એમ 6 વાહન સાથે ટકરાયું, કારને ટક્કર મારતા કારનો કૂચડો થઇ ગયો અને લોકોના રેસ્ક્યુ માટે કટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હાઇવે ઘણા કલાકો સુધી જામ રહ્યો.
આ ભયાનક અકસ્માતના કારણે દૂર દૂર સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. કારણ કે ઘાયલોના રેસ્કયુ માટે વધુ સમય લાગ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં ફસાયેલા લોકોને કાઢવાામં સમય લાગતા ટ્રાફિક જામ થઇ ગયો હતો.





















