IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
નવા વર્ષની સાથે રાજ્યના 14 IPSને પ્રમોશન અપાયા હતા.

ગુજરાતમાં ડીજીપી તરીકે વિકાસ સહાયની વિદાય બાદ ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે.એલ.એન. રાવની નિમણૂક કરવામાં આવી છે. નવા ડીજીપી તરીકે રાવની નિણમૂક કરાયાના કલાકોમાં જ ગુજરાતના 14 IPS અધિકારીના પ્રમોશનના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્યના 14 વરિષ્ઠ IPS અધિકારીઓને DGP, IGP અને DIG ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યા છે. નવા વર્ષની સાથે રાજ્યના 14 IPSને પ્રમોશન અપાયા હતા. નરસિમ્હા રાવ કોમાર, ડો. પી.કે રોશન, ડોક્ટર એસ.પી.રાજકુમારને ડીજીપી તરીકે તો ડૉ. વિપુલ અગ્રવાલને ADGPનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. IPS નિરજ બડગુજર, સારા રીઝવી, શોભા ભૂતડા, પ્રદીપ શેજુલ, સૌરભ સિંઘને આઈજીપીનું પ્રમોશન મળ્યું હતું. આ સાથે જ ડો.સુધીર દેસાઈ, બલરામ મીણા, કરણરાજ વાઘેલા, એસ.વી.પરમાર અને એમ.મુનિયાને ડીઆઈજીપી બનાવાયા હતા.



પગાર ગ્રેડમાં પણ વધારો કરાયો
રાજ્ય પોલીસ બેડાના 35 IPS માટે નવા વર્ષનું આગમન શુભ સાબિત થયું હતું. 2013ની બેચના સાત અને 2017ની બેચના 28 આઈપીએસના પગાર ગ્રેડમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.
રાજ્યના 28 IPS અધિકારીઓને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ તેમજ સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. 2017ની બેચના આઈપીએસને 12મા લેવલનો તો 2013ની બેચના આઈપીએસને 13માં સ્કેલનો પગાર લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્યના પાંચ સનદી અધિકારીઓને નવા વર્ષની શરૂઆતથી પ્રમોશન મળ્યું હતું. 1996 બેચના IASને પ્રિન્સિપલ સેક્રેટરીમાંથી એડિશન ચીફ સેક્રેટરી તરીકે પ્રમોશન મળ્યું હતું. મોના ખંધાર, ટી નટરાજન, રાજીવ તોપનો, મમતા વર્મા અને મુકેશ કુમાર એડીશનલ ચીફ સેક્રેટરી બન્યા હતા.




વડોદરા શહેરના પોલીસ કમિશનરની પોસ્ટને અપગ્રેડ કરીને DGP ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં પોલીસ વહીવટ મજબૂત બને તે દિશામાં IGP અને DIG સ્તરે પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇન્ટેલિજન્સ, SRPF અને ઇકોનોમિક વિંગ જેવા સંવેદનશીલ વિભાગોમાં કામ કરતા અધિકારીઓને પણ ઉચ્ચ ગ્રેડમાં પ્રમોશન મળ્યું છે. કેન્દ્ર સરકાર અથવા અન્ય એજન્સીમાં ડેપ્યુટેશન પર રહેલા અધિકારીઓને પ્રોફોર્મા પ્રમોશનનો લાભ આપવામાં આવ્યો છે.





1996 બેચના 5 અધિકારીઓ હવે બન્યા ACS
રાજ્ય સરકારે 1996ની બેચના 5 પ્રિન્સિપલ સેક્રેટરીઓને પ્રમોટ કરીને એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) બનાવ્યા છે. ખાસ વાત એ છે કે, પ્રમોશન બાદ પણ આ તમામ અધિકારીઓને હાલના વિભાગોમાં જ જવાબદારી સોંપવામાં આવી છે. મોના ખંધારને ખોરાક અને નાગરિક પુરવઠા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીથી હવે અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. ડો. ટી. નટરાજનને નાણાં વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીથી હવે અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. રાજીવ તોપનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીથી હવે અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન અપાયું છે. મમતા વર્માને ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીથી હવે અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન અપાયું છે. મુકેશ કુમારને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીથી હવે અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન અપાયું છે.




2010 બેચના 7 અધિકારીઓને 'સુપર ટાઈમ સ્કેલ'
સામાન્ય વહીવટ વિભાગે 2010ની બેચના 7 IAS અધિકારીઓને પણ નવા વર્ષની ભેટ આપતા સુપર ટાઈમ સ્કેલમાં બઢતી આપી છે. આ યાદીમાં જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરનો સમાવેશ થાય છે.
આનંદ પટેલ: કલેક્ટર, કચ્છ-ભુજ
સુજીત કુમાર: કલેક્ટર, અમદાવાદ
ડૉ. નરેન્દ્ર કુમાર મીણા: મ્યુનિસિપલ કમિશનર, ભાવનગર
બી.એચ. તલાટી: કમિશનર, ટેકનિકલ એજ્યુકેશન
કે.એલ. બચાણી: કમિશનર, માહિતી વિભાગ
તુષારકુમાર વાય. ભટ્ટ: કલેક્ટર, પાટણ
ડૉ. હાર્દિક શાહઃ વડાપ્રધાનના પ્રાઈવેટ સેક્રેટરી, પીએમઓ, નવી દિલ્હી





















