Iran Protests: મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ આક્રોશ, ઈરાનમાં રસ્તા પર ઉતર્યા લોકો
Iran Protests: ઈરાનના સેન્ટ્રલ બેન્કના વડા મોહમ્મદ રઝા ફરઝીને વધતા દબાણને કારણે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે

Iran Protests: ઈરાન ફરી એકવાર ગંભીર આર્થિક અને સામાજિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. દેશનું ચલણ રિયાલ અમેરિકન ડોલરની સરખામણીએ નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયું છે, જેના કારણે રાજધાની તેહરાન અને ઘણા મોટા શહેરોમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. આ આંદોલનને છેલ્લા ત્રણ વર્ષમાં ઈરાનમાં સૌથી મોટો જન આક્રોશ માનવામાં આવે છે.
🇮🇷 Iran's prosecutor general said on Wednesday that economic protests that had gripped the country were legitimate, but any attempt to create insecurity would be met with a "decisive response".
— AFP News Agency (@AFP) December 31, 2025
➡️ https://t.co/8hq8mrXYgw pic.twitter.com/NGZuxvLj82
સરકારી ટીવી અનુસાર, ઈરાનના સેન્ટ્રલ બેન્કના વડા મોહમ્મદ રઝા ફરઝીને વધતા દબાણને કારણે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રિયાલનું મૂલ્ય પ્રતિ ડોલર લગભગ 1.42 મિલિયન થઈ ગયું છે, જેના કારણે બજારોમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. રાજધાનીનું મુખ્ય બજાર સાદી સ્ટ્રીટ અને ગ્રાન્ડ બજારની આસપાસ વેપારીઓ અને દુકાનદારો વિરોધ કરી રહ્યા છે. ઘણા લોકોએ તેમની દુકાનો બંધ કરી દીધી છે અને અન્ય લોકોને પણ આવું કરવા વિનંતી કરી છે.
સરકારી મીડિયાએ પુષ્ટી કરી હતી કે તેહરાનમાં તેમજ ઇસ્ફહાન, શિરાઝ અને મશહદ જેવા મોટા શહેરોમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યા છે.
પોલીસ કસ્ટડીમાં મહસા ઝીના અમીનીના મૃત્યુ પછી 2022માં શરૂ થયેલા અઠવાડિયા લાંબા આંદોલન પછી આ વિરોધ પ્રદર્શનોને સૌથી મોટા માનવામાં આવે છે. આ આંદોલન પાછળના મુખ્ય કારણોમાં વધારો ફુગાવો અને ચલણની ઘટતી કિંમત છે. સરકારી માહિતી અનુસાર, ડિસેમ્બરમાં ફુગાવો 42 ટકાથી વધુ પહોંચી ગયો હતો, જ્યારે ખાદ્યપદાર્થોના ભાવમાં 70 ટકાનો વધારો થયો હતો.
ઈરાનની આર્થિક કટોકટી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાં પણ મૂળ ધરાવે છે. 2015ના પરમાણુ કરાર દરમિયાન રિયાલ મજબૂત હતો પરંતુ 2018માં અમેરિકાએ કરારમાંથી ખસી ગયા પછી આર્થિક દબાણ સતત વધ્યું છે. તાજેતરના પ્રાદેશિક તણાવ અને નવા પ્રતિબંધોએ કટોકટીને વધુ તીવ્ર બનાવી છે.





















