શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગરમાં CM રૂપાણીએ કર્યું ધ્વજવંદન; જાણો કઈ-કઈ કરી નવી જાહેરાતો
આજે ભારતનો 72મો સ્વાતંત્રતા દિવસ છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરેન્દ્રનગર ખાતેથી ધ્વજવંદન કરીને 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ધ્વજ ફરકાવીને 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ.પી. કોહલી સહીત રાજ્યના વિવિધ પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.
સમારંભમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીમાં ગુજરાતનું યોગદાન મહત્વનું રહ્યું છે. મહાનુભાવોના બલિદાનને સાર્થક કરીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 22 વર્ષથી ગુજરાત સતત વિકાસથી આગળ ધપી રહ્યું છે. વાંચ્છુકો, દલિતો સહિત તમામ જાતીને સમાન અધિકાર છે. કર્તવ્ય ભાવ વિના આગળ વધવું અશક્ય હોવાનું જણાવ્યું હતું.
સમારંભમાં વિજય રૂપાણીએ વિવિધ જાહેરાતો કરતા જણાવ્યું હતું કે, ચેન સ્નેચિંગ કેસમાં 10 વર્ષની સજાનો કાયદો બનાવવામાં આવશે. 31 ઓક્ટોબરે સરદાર પટેલનું દુનિયાનું સૌથી મોટા સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવશે. ધોલેરાને સિંગાપુર કરતા મોટું સિટી બનાવી ડેવલોપ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સેવા સેતુનો 4 તબક્કો 24 ઓગસ્ટથી ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં નવી એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરવામાં આવશે. પાટડી તાલુકામાં નવી જીઆઈડીસી શરૂ કરવામાં આવશે. ઓટોહબનો લાભ આખા ગુજરાતને મળશે. સાથડીની નવી જમીન રૂપિયા 30,000 હેક્ટર દીઠ આપવામાં આવશે. પહેલા રૂપિયા 15,000 હેક્ટર દીઠ આપવામાં આવતા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion