ગુજરાતમાં કઈ જગ્યાએ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, એક સાથે 92 આગેવાનોએ આપી રાજીનામાની ચીમકી
પ્રદેશના ઉપપ્રમુખ અને મહામંત્રી રાજીનામા આપી શકે છે. જિલ્લા અને તાલુકાના આગેવાનો સહિત 92 રાજીનામાં પડી શકે છે.
ભરૂચ જિલ્લમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કૉંગ્રેસમાં સંગઠનને લઈ વિવાદ થયો છે. ભરૂચ કોંગ્રેસના 92 આગેવાનોના રાજીનામા પડી શકે છે. પ્રદેશના ઉપપ્રમુખ અને મહામંત્રી રાજીનામા આપી શકે છે. જિલ્લા અને તાલુકાના આગેવાનો સહિત 92 રાજીનામાં પડી શકે છે. 92 આગેવાનોના રાજીનામાની તૈયારીના પગલે પ્રભારી અને પ્રમુખ હરકતમાં આવ્યા છે.
ભરૂચ કૉંગ્રેસના આગેવાનોને આવતીકાલે કોંગ્રેસ ભવન બોલાવવામાં આવ્યા છે. પ્રમુખ અને પ્રભારી નારાજગી નહિ ખાળી શકે તો 92 રાજીનામા પાડવાનું નક્કી છે. ભરૂચમાં ક્ષત્રિય સમાજને મહત્વ આપતા અન્ય સમાજ નારાજ થયા છે. ભરૂચ જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ બદલાવવા માંગ ઉઠી રહી છે. ભરુચ કૉંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રાણાને ન બદલતા રાજીનામા આપવા સુધી વાત પહોંચી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણઓમાં નિષ્ફળ છતાં તેમને ન બદલાતા નારાજગી જોવા મળી રહી છે. નવી નિમણૂકો ભરૂચ જિલ્લામાંથી 4 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 4 પૈકી 3 લોકો ક્ષત્રિય સમાજના હોવાથી અન્ય સમાજ નારાજ છે. રાજેન્દ્રસિંહ રાણા, માનસિંહ ડોડીયા અને સંદીપ માંગરોળાની નિમણુંક કરવામાં આવી છે. ત્રણેય ક્ષત્રિય આગેવાનોને મહામંત્રી બનાવતા નારાજગી જોવા મળી રહી છે.
ભરૂચમાં OBCની વસ્તી 17 ટકા છતાં સ્થાન ન અપાયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ભરૂચમાં SC - STની વસ્તી 40 ટકા છતાં મહત્વ ન અપાતા નારાજગી હોવાનું સામે આવ્યું છે. લઘુમતી સમાજની વસ્તી 18 ટકા છતાં એક જ વ્યક્તિને સ્થાન મળતા નારાજગી જોવા મળી છે. ક્ષત્રિય સમાજની વસ્તી 04 ટકા છતાં 4 વ્યક્તિને સંગઠનમાં સમાવતા રોષ જોવા મળ્યો છે. પરિમલસિંહ રાણાને હટાવવા કોંગ્રેસના બે જૂથ આમને સામને છે. પરિમલસિંહ રાણાને ભૂતકાળમાં શો કોઝ નોટિસ અપાઈ છતાં કાર્યવાહી ન થયાનો આરોપ છે.
રાજ્યમાં બે દિવસ સિવિયર હિટવેવની આગાહી
રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં બે દિવસ સીવીયર હિટવેવની આગાહી છે. ગુજરાતમાં અગનવર્ષા વરસશે. 45 ડિગ્રી સુધી ગરમીનો પારો જઇ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત સિવિયર હિટવેવની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અત્યાર સુધીનું સૌથી વધુ ગરમીનું તાપમાન કંડલામાં 45 ડિગ્રી નોંધાયુ હતું. રાજ્યમાં અગનવર્ષાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુરૂવારે રાજ્યના દસ શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો હતો. તો હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છામં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બે વર્ષમાં પ્રથમવાર એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 43 ડિગ્રને પાર થયો છે. હવામાન વિભાગી આગાહી અનુસાર અમદાવાદમાં હજુ 16 એપ્રિલ સુધી તાપમાન 42 ડિગ્રીથી નીચે જાય તેવી સંભાવના નહીંવત છે.
આજે બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, પોરબંદર, સુરેંદ્રનગર,રાજકોટ, અમરેલી તો શનિવારે બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, પોરબંદર,રાજકોટ, સુરેંદ્રનગર,અમરેલી તો રવિવારે બનાસકાંઠા અને કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.