શોધખોળ કરો

Navsari: પતિથી અલગ રહેતી મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર

નવસારી: શહેરના ડેપો વિસ્તારમાં મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. કે કે પ્લાઝા એપાર્ટમેન્ટ ખાતે રહેતી 34 વર્ષીય મહિલાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

નવસારી: શહેરના ડેપો વિસ્તારમાં મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. કે કે પ્લાઝા એપાર્ટમેન્ટ ખાતે રહેતી 34 વર્ષીય મહિલાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર છેલ્લા ચાર વર્ષથી પતિથી અલગ રહેતી મહિલાએ જીવન ટૂંકાવ્યું છે. બહેન સાથે રહેતી મહિલાએ ગળેફાંસો લગાવી જીવનલીલા સંકેલી લેતા અનેક સવાલો ઉઠ્યા છે. પંખા ઉપર ઓઢણી વડે ફાંસો લગાવી મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. જો કે, મહિલાએ પોતાનું જીવન કેમ ટૂંકાવ્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. પોલીસ તપાસ બાદ જ સામે આવશે કે મહિલાએ આત્મહત્યા કેમ કરી.

પ્રેમ લગ્નનો આવ્યો કરુણ અંજામ

 22 વર્ષીય યુવતીને પ્રેમ લગ્ન કરીને પસ્તાવવાનો વારો આવ્યો છે ડાયમંડ નગરી સુરતમાં. લગ્નના 3 મહિના બાદ પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને મારઝૂડ કરવામાં આવતી હતી. આ ઉપરાંત પરિણીતાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખીને મા-બાપના ઘરે ફેકી દેવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં પતિ, સાસુ અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ત્રણેયની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.

Navsari: પતિથી અલગ રહેતી મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર

સુરતમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીએ વર્ષ 2021માં કતારગામ વિસ્તારમાં રહેતા વિવેક કાચરિયાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નગાળા દરમ્યાન તેઓને સંતાનમાં 1 વર્ષની દીકરી પણ છે. પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત પરિણીતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં પતિ, સાસુ મીનાબેન અને નણંદ સ્નેહા સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પ્રેમલગ્નના ૩ મહિના સુધી તેણીને સારી રીતે રાખવામાં આવી હતી અને ત્રણ મહિના બાદ ઘરના કામ કાજ બાબતે ઝઘડો તકરાર કરીને તેણીની સાથે મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિણીતાને ફોન પણ રાખવા દેતા ન હતા અને ઘરની બહાર એકલા નીકળવા દેતા ન હતા. તેમજ પરિણીતાને પિયરમાં વાત પણ કરવા દેતા ન હતા, પરિણીતા જયારે ગર્ભવતી હતી ત્યારે પણ બોલાચાલી કરી મારઝુડ કરતા હતા. આ ઉપરાંત ઘરે કોઈ મહેમાન આવે તો પરિણીતાને તેના પિયર વિષે ખોટા ધંધા કરે છે. તેવી વાત કરવા જણાવતા હતા અને પરિણીતા આમ ન કરે તો મારુઝુડ કરતા હતા. 

ગત 14 ઓગસ્ટના રોજ રાત્રિના 1 વાગ્યાના આસપાસ સાસુએ મોઢા પર કપડાનો પટ્ટો બાંધીને ઘરના દરવાજા બંધ કરીને પતિ અને નણંદએ વેલણ, લાકડી તથા કાતરથી ઢોર માર માર્યો હતો અને બાદમાં વાળ પણ કાપી નાખ્યા હતા અને સાસુએ ધમકી આપી હતી કે ફ્લેટ રાખ્યો છે તેનું કામકાજ પૂર્ણ થઇ જાય પછી તને મારીને તારા માતા-પિતાના ઘરની સામે ફેકી દઈશું. મહિલાની ફરિયાદના આધારે કતારગામ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget