શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી માફી અંગે રૂપાણી લઈ શકે છે મોટો નિર્ણય, જાણો શું થઈ શકે આજની કેબિનેટ બેઠકમાં ?
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને થોડી વારમાં કેબિનેટ બેઠક શરૂ થવાની છે.આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા મોટા નીતિવિષયક નિર્ણયો પણ લેવાઈ શકે છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર ફી ભરવા માટે દબાણ થઈ રહ્યું છે. બીજી તરફ વાલીઓ ફી માફી માટે માગ કરી રહ્યા છે ત્યારે વિજય રૂપાણી સરકાર આ મુદ્દે આજે બુધવારે બહુ મોટો નિર્ણય લે તેવી શક્યતા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને થોડી વારમાં કેબિનેટ બેઠક શરૂ થવાની છે. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ, કોરોનાન વધતા કેસોને કારણે શું વ્યૂહરચના અપનાવવી, ખેડૂતોના પ્રશ્નો, વાવેતર પહેલાં વરસાદની સ્થિતીની સમીક્ષા, વાવેતર વિસ્તાર અને પાકની ચર્ચા કરાશે. આ ઉપરાંત રાજ્યની અંદર ચાલી રહેલા વાલીઓનો સ્કૂલ ફી માફી આંદોલન સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. આ મુદ્દે કોઈ નક્કર નિર્ણય લેવાય તેવી શક્યતા પણ સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા મોટા નીતિવિષયક નિર્ણયો પણ લેવાઈ શકે છે.
રાજ્યમાં અનલોક ટુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તે મુદ્દે પણ કેબિનેટ બેઠકની બેઠકમાં સમીક્ષા થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement