શોધખોળ કરો

Gir Somnath : આ ગામમાં 4 ફૂટનો મગર આવી જતાં મચી ગઈ અફરા-તફરી

પ્રાસલી ગામમાં મગર આવી ચડ્યો હતો. વન વિભાગ દ્વારા રાત્રે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. 30 મિનિટની જહેમત બાદ મગર કેદ કરાયો હતો. પરંતુ વન વિભાગના રેસ્ક્યુ દરમ્યાન અનેક ચૂક ચર્ચાનો વિષય બની હતી. 

સૂત્રાપાડાઃ ગીર સોમનાથ જિલ્લાના એક ગામમાં મગર ઘૂસી આવતાં અફરા-તફરી મચી ગઈ હતી. સુત્રાપાડા ના પ્રાસલી ગામમાં 4 ફૂટનો મગર રાત્રે ઘૂસી આવ્યો હતો. પ્રાસલી ગામની અંદરના રોડ પર મગર આવી ચડ્યો હતો. વન વિભાગ દ્વારા રાત્રે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. 30 મિનિટની જહેમત બાદ મગર કેદ કરાયો હતો. પરંતુ વન વિભાગના રેસ્ક્યુ દરમ્યાન અનેક ચૂક ચર્ચાનો વિષય બની હતી.

હવામાન વિભાગે કરી છે આ આગાહી છે કે ભાદરવામાં ભરપૂર વરસાદ વરસશે.  હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ પૂરા ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસશે ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના મતે એક સર્ક્યુલેશન સિસ્ટમ તો સક્રિય થઈ છે. સાથોસાથ એક મોનસૂન ટ્રફ પણ પસાર થઈ રહ્યું છે. જેને લઈ પૂરા ગુજરાતને મળશે સારો વરસાદ.

ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં માત્ર 2.57 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ સપ્ટેમ્બરના નવ દિવસમાં જ 4.42 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં હજુ પણ 35 ટકા વરસાદની ઘટ છે. જે ઓગસ્ટના અંતે 50 ટકાની હતી. આમ સપ્ટેમ્બરમાં વરસાદની ઘટમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

જેમાં આજે બનાસકાંઠા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, દાહોદ, ખેડા, પંચમહાલ, ડાંગ, સુરેંદ્રનગર, મોરબી, બોટાદ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ કચ્છમાં, જ્યારે શનિવારે બનાસકાંઠા, દાહોદ, ખેડા, પંચમહાલ, અમદાવાદ, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારેતી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

પાલનપુર વડગામ વરસાદ

બનાસકાંઠાના પાલનપુર તથા વડગામ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. ગુરૂવારે દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ વરસ્યા બાદ સાંજ થતા વિરામ લીધો હતો. ત્યારે આજે વહેલી સવારથી ફરી ધીમીધારે વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ છે. ખેડૂતોના પાક માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થશે.

અમરેલીમાં ડેમ ઓવરફ્લો

અમરેલી જિલ્લામાં છેલ્લા દિવસથી અવિતર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જીલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. ગીરના જંગલ વિસ્તાર અને ધારી પંથકમાં પડેલા વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેથી રુલ લેવલ જાળવવા માટે ડેમનો 1 દરવાજો 2 ઇંચ સુધી ખોલવામાં આવ્યો છે અને હાલ ડેમમાં 133 ક્યુસેક પાણીનો આવક અને જાવક છે.

જેથી ધારી,બગસરા,અમરેલી,લીલીયા,સાવરકુંડલા,પાલીતાણા અને ગારીયાધાર તાલુકાના નીચાણવાળા 43 ગામોને એલર્ટ કરાયા. ખોડિયાર ડેમ સંપૂર્ણ ભરાતા હવે પાણીની સમસ્યા જિલ્લામાં હલ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | માફિયા અને ભ્રષ્ટાચારીઓના બાપ કોણ?Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો શ્રાપ, વેપારીઓનું પાપGujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Embed widget