‘ભાજપ અધિકારીઓની ભલે માત્ર બદલી કરે પરંતુ અમે તેમને ઘરે બેસાડી દઇશું’
અન્યાય કરનાર સરકારી અધિકારી- કર્મચારીઓનો 2022માં કૉંગ્રેસ સરકાર બન્યા બાદ હિસાબ કરીશું. ભાજપ અધિકારીઓની ભલે માત્ર બદલી કરે પરંતું અમે તેમને ઘરે બેસાડી દઈશું.
ગીર સોમનાથઃ ગીર સોમનાથના વેરાવળમાં કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જાહેર મંચ પરથી અધિકારીઓને ખુલ્લી ધમકી આપી હતી. વેરાવળમાં આજે કૉંગ્રેસ સમર્પિત સરપંચો અને હોદ્દેદારોનો સન્માન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં બોલતા કોગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અધિકારીઓને ખુલ્લી ધમકી આપી હતી. તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે
અન્યાય કરનાર સરકારી અધિકારી- કર્મચારીઓનો 2022માં કૉંગ્રેસ સરકાર બન્યા બાદ હિસાબ કરીશું. ભાજપ અધિકારીઓની ભલે માત્ર બદલી કરે પરંતું અમે તેમને ઘરે બેસાડી દઈશું. સરકારી કાર્યક્રમો પણ હવે જાણે ભાજપ પક્ષના કાર્યક્રમ લાગે છે. ભાજપના ખેસ પહેરી સરકારી કાર્યક્રમ ઉજવાઈ રહ્યા છે. ઘણીવાર તો કૉંગ્રેસના ધારાસભ્યોને આમંત્રણ પણ નથી અપાતું અને પ્રોટોકોલનો ભંગ થાય છે.
વધુમાં તેમણે કહ્યું કે વર્ષ 2022માં કોગ્રેસની જ સરકાર બનશે અને કોગ્રેસના કાર્યકરોને હેરાન કરનારા એક એક અધિકારીઓના હિસાબ કરાશે. સરકારી કાર્યક્રમમાં ક્યારેય પ્રોટોકોલનું પાલન કરાતુ નથી. ભાજપનો કાર્યકર્તા અધિકારીનો બદલી કરાવી શકશે પણ કૉંગ્રેસનો ધારાસભ્ય તો ઘરે જ બેસાડી દેશે.
વિમલ ચુડાસમાની નારાજગી એ વાતને લઈ હતી કે સરકારી કાર્યક્રમમાં પણ ધારાસભ્યને આમંત્રણ આપવામાં આવતું નથી. વિમલ ચુડાસમાના મતે સરકારી કાર્યક્રમ પણ હવે ભાજપના કાર્યક્રમ લાગે છે. ભાજપના ખેસ પહેરી સરકારી કાર્યક્રમ ઉજવાય છે.
IOCL Recruitment 2022: 12મું પાસ માટે બંપર વેકેંસી, અહીંયા કરો અરજી, મળશે તગડો પગાર
ગુજરાતમાં PSIની શારિરીક કસોટીમાં થયા એવા છબરડા કે જાણીને લાગી જશે આઘાત, જાણો સુધારો કરવા શું કરવું પડશે ?
શનિની મહાદશાથી આ રાશિના જાતકને મળશે આ વર્ષે મુક્તિ, જાણો કઇ-કઇ રાશિને મળશે સાડાસાતીથી મુક્તિ
Hottest Girl : અંગ પ્રદર્શન કરતી સાક્ષીની તસવીરોએ ફેન્સને કર્યા પાગલ, સુંદરતાના મામલે હીરોઇનોને પણ આપે છે ટક્કર
જ્યોતિષ: આપની કિસ્મત ચમકાવી શકે છે આ રાશિની યુવતી, આદર્શ પત્ની સાબિત થાય છે, તેના કારણે પતિનો ભાગ્યોદય થાય છે