(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં PSIની શારિરીક કસોટીમાં થયા એવા છબરડા કે જાણીને લાગી જશે આઘાત, જાણો સુધારો કરવા શું કરવું પડશે ?
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની શારિરીક કસોટીમાં ગ્રાઉન્ડ પર પાસ થયેલા ઉમેદવાર ઓનલાઇન નાપાસ દર્શાવાયા છે.
અમદાવાદઃ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી શારીરિક ક્ષમતા કસોટીનું પરિણામ જાહેર થઈ ગયું છે. રાજ્યના લાખો યુવક, યુવતીઓએ આ પરીક્ષા આપી હતી પણ હવે બહાર આવેલી વિગતો પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની શારિરીક કસોટીમાં બહુ બધા છબરડા થયા છ તેના કારણે ઉમેદવારો ગૂંચવાઈ ગયા છે.
પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની શારિરીક કસોટીમાં ગ્રાઉન્ડ પર પાસ થયેલા ઉમેદવાર ઓનલાઇન નાપાસ દર્શાવાયા છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કેટલાક ઉમેદવારોની કેટેગરી પણ ઓનલાઇન પરિણામમાં બદલી દેવામાં આવી છે.
સૌથી ગંભીર બાબત એ છે કે, કેટલાક પુરુષ ઉમેદવારના નામની પાછળ બેન લખાઈને આવ્યું છે અને તેના કારણે આ ઉમેગવારો ક્ષોભજનક સ્થિતીમાં મૂકાયા છે. જો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે કે, પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની શારિરીક કસોટીમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ હોય તો તે બાબતે ઉમેદવાર રજૂઆત કરી શકશે. 21 જાન્યુઆરી સુધી ઉમેદવારે રજૂઆત કરવાની રહેશે. તમામ ઉમેદવારના કિસ્સામાં નામ બદલાયુ કે ગુણમા ક્ષતિ હોય તો તેને સુધારવામાં આવશે.
ગુજરાત પોલીસ દ્વારા લેવાયેલી પીએસાઈ અને એલઆરડીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર થયું હોવાની જાહેરાત શનિવારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વડા આઈપીએસ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને કરવામાં આવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, પો.સ.ઇ. ભરતીની શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોની વિગત https://psirbgujarat2021.in વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.
લોકરક્ષકમાં કુલ 10 હજાર 459 પદો પર ભરતી થવાની છે. જેમાં પુરુષ ઉમેદવારો 8 હજાર 476 અને 1983 મહિલા પદ પર ભરતી થશે. લોકરક્ષક ભરતીમાં ઉમેદવારે દોડવામાં લીધેલા સમયને આધારે તેમને માર્ક્સ મળશે અને તે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે. PSI અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે. પોલીસ અને LRD ની સીધી ભરતીમાં 15 અને 8 નો નિર્ણય બદલ્યો છે.
આ પણ વાંચો.........
પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ
આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે