શોધખોળ કરો

Crime:પોલીસ કર્મી બન્યો હત્યારો, પત્નીનું ગળુ કાપી કરી નાખી હત્યા, મૃતદેહ મળતા ભેદ ઉકેલાયો

છોટાઉદેપુરમાં પતિ પત્નીના સંબંધોને કલંકિત કરતી ક્રૂર ઘટના બની છે અહીં પોલીસ કર્મી જ બન્યો હત્યારો. પત્નીની હત્યા કરીને લાશને જંગલમાં ફેંકી દીધી હતી.

Crime News:છોટાઉદેપુરમાં પતિ પત્નીના સંબંઘોને તાર તાર કરતી ઘટના બની છે. અહીં પતિએ પોતાની પત્નીનું ગળું કાપીને હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે.

છોટાઉદેપુરના પીપલેજ ગામે હૃદય હચમચાવી દેતી ઘટના બની છે. અહીં પોલીસ કર્મી  ASI વરસન રાઠવાએ તેમની પત્ની કેળીબેનનું ગળુ કાપીને ક્રૂરતાથી તેમની હત્યા કરી દઇને મૃતદેહને ગોંગરિયા ગામ નજીક જંગલ વિસ્તારમાં ફેંકી દીધી હતો. ગઇ કાલે પીપલેજ ગામે ગોંદરિયા ગામ જવાના રસ્તે  મૃતદેહ મળી આવતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે. સમગ્ર ઘટનાને લઇને આરોપી પોલીસ કર્મીને  રાઉન્ડ અપ કરીને આગળની તજવીજ હાથ ઘરી છે.                        

અમદાવાદમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા 

તો બીજી તરફ અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ કરીને તેમને ઢોર માર મારીને મોતના ઘાટ ઉતારનાર યુવકને કોર્ટે આજીવન જેલની સજા ફટકારી છે. બોપલ અને શેલાની સીમમાં  મુદ્રા ફાઉન્ડેશન અને રિસર્ચના ખંડેર મકાનમાં  યુવતી સાથે દુષ્કર્મ ગુજારીને તેમને લાકડીના ફટકા મારીને મોતના ઘાટ ઉતારી હતી. આ ઘટનામાં આજે એડિશનલ  ડિસ્ટ્રિક્ટ  એન્ડ  સેશન જજ જેટી  શાહે   માજિદ ખાન પઠાણને દોષિત ઠેરવીને   આજીવન કેદની સજા ફટકારી છે. 

ભાવનગરમાં સગા પુત્રએ માતાની કરી હત્યા, આરોપીની ઘરપકડ
ભાવનગરના તળાજા તાલુકામાં જનેતાની હત્યા કરનાર પુત્રની પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી લીધી છે. સરકારી ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કરતા રેખાબેન પંડ્યાની સામાન્ય બાબતે સગા પુત્રએ હત્યા કરી હતી. માતા અને પુત્ર વચ્ચે ભોજન બાબતે ઝઘડો થયો હતો જેમાં આવેશમાં આવીને મિતેશ પંડ્યા નામના નરાધમ પુત્ર એ બેટના ફટકા મારીને માતાની જ હત્યા કરી હતી. બનાવવા અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી પુત્રની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.                     

સુરતના પાંડેસરામાં 37 વર્ષીય યુવકની હત્યા

સુરતના પાંડેસરામાં ઈશ્વર નગરમાં 4 ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા કરી દીધી હતી. હત્યાજૂની અદાવત કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે  લઇને પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget