Love Marriage: અરવલ્લીમાં પ્રેમ લગ્નની તાલીબાની સજા, નાઈ સમાજના 17 પરિવારોને ગામ છોડવા આદેશ
અરવલ્લી: ભિલોડા તાલુકાના ભુતાવડ ગામે આંતર જ્ઞાતિય લગ્ન બાબતે ભુતાવડ ગ્રામજનો દ્વારા નાઇ સમાજનો બહિષ્કાર કરી ગામમાંથી ઘર છોડી જતા રહેવાનો તાલીબાની નિર્ણય કર્યો છે.
અરવલ્લી: ભિલોડા તાલુકાના ભુતાવડ ગામે આંતર જ્ઞાતિય લગ્ન બાબતે ભુતાવડ ગ્રામજનો દ્વારા નાઇ સમાજનો બહિષ્કાર કરી ગામમાંથી ઘર છોડી જતા રહેવાનો તાલીબાની નિર્ણય કર્યો છે. આથી નાયી સમાજના 17 જેટલા પરિવારો ગામમાંથી કાઢી મુકતા અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી કરી હતી. આખરે પોલીસ પ્રોટેક્શન સાથે નાઈ પરિવારો ગામમાં ફર્યા છે.
ભિલોડાના ભુતાવડ ગામના રહીશ અને હાલ અમદાવાદ ખાતે છેલ્લા 35 વર્ષથી કુટુંબ સાથે રહેતા સુભાષ છગનભાઈ નાયીનો પુત્ર સચિને ભુતાવડ ગામની પટેલ સમાજની દીકરી સાથે આંખ મળી જતા તેઓ બંનેએ રાજી ખુશીથી કોર્ટ મેરેજ કરી બંને લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આંતરજ્ઞાતિય લગ્ન થયા હોવાથી નાયી સમાજ અને પટેલ સમાજના તમામ આગેવાનોએ બંને છોકરા છોકરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને લગ્ન વિચ્છેદ માટે તમામ પ્રયત્નો કર્યા હતા. પરંતુ લગ્ન વિચ્છેદ માટે બંને છોકરો અને છોકરી તૈયાર ન થતા બંને ગાંધીનગર સેક્ટર 6 ખાતે પોલીસ કચેરી હાજર થઈને સ્વરક્ષણ મેળવી પોતાની રીતે અલગ રહેતા હતા.
અંતે પટેલ સમાજ સમાજના ગ્રામના આગેવાનોએ ભુતાવડ ગામમાં ભેગા થઈ નાઈ સમાજના 17 જેટલાં પરિવારોને ગામમાંથી નીકળી જવા અને દીકરી લઇને આવો તો જ ગામમાં પ્રવેશવા દઇશું તેવો આદેશ કર્યો હતો. આમ 17 જેટલા પરિવારોને ગામ બહારબહિષ્કાર કરી કાઢી મુકતા નાયી સમાજના મહિલા અને બાળકો સહિતના પરિવારજનો એ અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીનો સહારો લઈ અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી કરી હતી.
2 પીડિત પરિવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ એક રાત અન્ય સ્થળે વિતાવ્યા બાદ આજ રોજ પરિવારના તમામ સદસ્યોને પોલીસ બંદોબસ્ત સાથે ગામમાં લેવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા બંને પક્ષના આગેવાનો તેમજ ગ્રામના વડીલો સાથે બેઠક યોજી હતી. આખરે મામલો થાળે પડ્યો હતો. નાઈ સમાજના 17 પરિવારો પોતાના ઘરે રહેવા લાગ્યા છે.
મોરબી પુલ દુર્ઘટના બાદ સરકાર જાગી
Gujarati News: મોરબી ઝૂલતા પુલ તૂટવાની ઘટના બાદ કોર્ટે આપેલા નિર્દેશોના પાલનમાં રાજ્ય સરકારે કાર્યવાહી કરી છે. રાજ્યમાં પુલોના ઇન્સ્પેક્શનની સરકારે કામગીરી હાથ ધરી છે. ક્ષતિગ્રસ્ત અને વધુ રિપેરીંગ માંગી લે તેવા પુલ બંધ કરવા નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત રિપેરીંગની જરૂરિયાત હોય તેવા પુલોના રિપેરીંગ તાત્કાલિક કરવા નિર્દેશ અપાયા છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સિંહ ઝાલાને ચાર્જ શીટ અપાઈ છે. મોરબી નગરપાલિકા ને ડીઝોલ્યુશનની કારણદર્શક નોટિસ અપાઈ છે.
મોરબી પુલની ખાસિયત
એક સદી જૂનો આ પુલ મોરબીના રાજશાહી વખતની યાદ અપાવતો હતો અને એ વખતે આધુનિક ગણાતી યુરોપિયન ટેકનૉલૉજી થકી મોરબીના રાજા સર વાઘજી ઠાકોરે લગભગ દોઢસો વર્ષ પહેલાં આ પુલનું નિર્માણ કરાવ્યું હતું. આ ઝૂલતા પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ, મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું. પુલના નિર્માણ માટે જરૂરી તમામ સામગ્રી ઇંગ્લૅન્ડથી આવી હતી અને નિર્માણ પાછળ એ વખતના 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. શહેરની મુલાકાત લેનારાઓનું સ્વાગત આ ઝૂલતો પુલ કરતો હતો અને એ વખતમાં એને 'કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર' ગણાવાતો હતો.
આ ઝૂલતો પુલ 1.25 મિટર પહોળો હતો જ્યારે 233 મીટર લંબાઈ ધરાવતો આ પુલ દરબારગઢ પૅલેસ અને રાજવી નિવાસ નઝરબાગ પૅલેસને પણ જોડતો હતો. વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપથી આ પુલને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ પુલના નિર્માણ પાછળ સર વાઘજી ઠાકોર પર કૉલોનિયલ કાળના સ્થાપત્યો પ્રભાવ સ્પષ્ટ હતો અને એમણે એનાથી પ્રેરીત થઈને મોરબી શહેરના નગરનિર્માણને વેગ આપ્યો હતો.
1922 સુધી સર વાઘજી ઠાકોરે મોરબી પર રાજ કર્યું હતું.રાજાશાહી વખતના મોરબી શહેરના નગરનિયોજનમાં યુરોપિયન શૈલીનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો. 'ગ્રીન ચોક' નામે જાણીતા શહેરના મુખ્ય ચોક તરફ ત્રણ અલગઅલગ દરવાજાથી પ્રવેશ કરી શકાતો હતો. આ ત્રણેય દરવાજાના નિર્માણમાં રાજપુત અને ઇટાલિયન શૈલીનું મિશ્રણ સ્પષ્ટ જોઈ શકાય છે.