Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: 13 ઓગસ્ટે બંગાળની ખાડીમાં સર્જાશે એક સિસ્ટમ, જેની અસરથી ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે.

Gujarat Rain Forecast: મોનસૂનની અડધી સિઝન વીતી ગઇ પરંતુ રાજ્યના કેટલાક વિસ્તાર એવા છે જ્યાં પુરતા પ્રમાણમાં વરસાદ નથી પડ્યો અથવો તો કહી શકાય કે આ વિસ્તારમાં વરસાદની ઘટ છે. નોંધનિય છે કે, ધમાકેદાર શરૂઆત બાદ ચોમાસાની ગતિમાં ઘટાડો થતાં ઓગસ્ટના પ્રથમ 10 દિવસમાં સીઝનનો માત્ર બે ટકા જ વરસાદ વરસ્યો છે. આ સીઝનમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 40, તો પૂર્વ મધ્યમાં 21 અને ઉત્તર ગુજરાતમાં 19 ઈંચ વરસાદ વરસ્યો છે. ...આ મહિનામાં સૌથી વધુ ગઈકાલે વલસાડમાં છ ઈંચ વરસાદ વરસ્યો
રાજયમાં છેલ્લા કેટલાક સમયથી મોનસૂન પર બ્રક લાગી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. જેથી ખેડૂતો ચિંતિત છે. પરંતુ રાહતની વાત એ છે કે, 16 ઓગસ્ટથી ફરી સારા વરસાદનું અનુમાન છે.
અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેની અસરથી ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થયું છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એકિટવ થવા જઇ રહી છે. જેની અસરથી ગુજરાતમાં 16 ઓગસ્ટ બાદ સારો વરસાદ વરસશે, હવામાન વિભાગની આગાહી મુજબ આ રાઉન્ડમાં 16 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે. ટૂંકમાં કહીએ તો ઓગસ્ટના મધ્યમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.
આજે કયાં વરસશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગના આંકલન મુજબ 12 ઓગસ્ટથી ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જોર વધશે. 16થી 23 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી છે.સાઈક્લોનિક સરક્યુલેશન અને ટ્રફની સિસ્ટમ સક્રિય થતા આજે અમદાવાદ સહિત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આજે પવન ફૂંકાઇ શકે છે. શનિવારે અમદાવાદ શહેરના મહતમ અને લઘુતમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
અન્ય રાજ્યોની વાત કરીઓ તો 11 અને 13 ઓગસ્ટે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. 1૦, 11 અને 14 તારીખે આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ થવાની શક્યતા છે; 13 અને 14 ઓગસ્ટે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા છે. 12 ઓગસ્ટે અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ અને 12 અને 13 ઓગસ્ટે આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની શક્યતા છે.





















