Gujarat Election 2022: ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કૉંગ્રેસમાં કરી ઘરવાપસી
ચૂંટણી પહેલા જ રાજકોટના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAP છોડીને ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ છે.
Gujarat Election 2022: ચૂંટણી પહેલા જ રાજકોટના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAP છોડીને ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ છે. ઈસુદાન ગઢવીને પ્રોજેક્ટ કરાયા એ જ દિવસે AAP ગુજરાત અને અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો મળયો છે. જગદીશ ઠાકોર અને રઘુ શર્માની હાજરીમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં ફરી જોડાયા છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ AAP ને મોટો ઝટકો આપ્યો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુને AAP માં મહત્વ ના મળતાં પક્ષ છોડ્યો છે.
ગુજરાતમાં ફરી એકવાર પરિવર્તન સાથે જોડાઈ રહ્યા છે સાથીઓ ઈન્દ્રનીલ રાજ્યગુરૂનું @INCGujarat પરિવારમાં હાર્દિક સ્વાગત છે. pic.twitter.com/HvbC66hyLX
— Gujarat Congress (@INCGujarat) November 4, 2022
બપોરે આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યા હતા. સાંજે આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો હતો. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટી છોડી કૉંગ્રેસમાં ઘરવાપસી કરી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ દિલ્હી પહોંચ્યા અને પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં કૉંગ્રેસનો ખેસ પહેર્યો હતો. કૉંગ્રેસમાં જોડાતા જ આમ આદમી પાર્ટીને ગણાવી ભાજપની B ટીમ અને કહ્યું, ભાજપને હરાવવા ફરી કૉંગ્રેસમાં આવ્યો છું.
ઈન્દ્રનીલ રાજ્યગુરુ શુક્રવારે સાંજે એકાએક દિલ્હી પહોંચી ગયા હતા અને કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, જીપીસીસી પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં પરત ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે હજી આજે બપોરે જ તો રાજકોટમાં આપની સાથે રહેલા ઈન્દ્રનીલ સાંજે સીધા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે બપોરે 2 કલાકે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી હતી.
કેજરીવાલે કહ્યું કે, આજે અમે આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો નહીં, પરંતુ ગુજરાતના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી રહ્યા છીએ.
આપ મુખ્યમંત્રી જ્યાં જાહેર કર્યા તે સ્થળે આપનો CMના પોસ્ટર લાગવામાં આવ્યા છે. પ્રથમ હરોળમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ગુલાબસિંહ યાદવ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ અલગ અલગ તબક્કાવાર જાહેર થયેલા 118 ઉમેદવારો પણ હાજર રહ્યા હતા.
29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.





















