(Source: ECI/ABP News/ABP Majha)
Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022: ગુજરાતની અસ્મિતાને આગળ વધારનાર મહાનુભાવોનું સન્માનઃ રોનક પટેલ
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન અને એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટીવ એડિટર રોનક પટેલ હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. અસ્મિતા સન્માન પુરસ્કાર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપીને વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરનાર મહાનુભાવોને આપવામાં આવે છે. આ વર્ષે કળા-સંસ્કૃતિ, સાહિત્ય, શિક્ષણ, સામાજીક સેવા, રમત-ગમત, સંગીત, મનોરંજન, ઉદ્યોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરીને કુલ 9 મહાનુભાવોને અસ્મિતા સન્માન પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે Abp અસ્મિતા સન્માન પુરસ્કાર પાછળના હેતુ અંગે વાત કરતાં એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટીવ એડિટર રોનક પટેલે કહ્યું કે, ગુજરાતની અસ્મિતાને આગળ વધારવા માટે અમે ગુજરાતના વિકાસમાં ફાળો આપનાર અને ગુજરાતનું નામ રોશન કરનાર વિવિધ ક્ષેત્રના "હિરા"ને અમે અસ્મિતા સન્માન પુરસ્કાર આપીને સન્માનિત કરીએ છીએ. આ સન્માન તે ક્ષેત્રના એક વ્યક્તિનું નહી પણ તે ક્ષેત્રમાં કામ કરતા દરેક વ્યક્તિનું હોય છે. આ જ કારણથી અમે ગુજરાતના આવા રત્નોનું અમે સન્માન કરીએ છીએ.