શોધખોળ કરો

Accident: છોટા ઉદેપુરમાં ઇસ્કોન બ્રિજ જેવી ઘટના, પૂરઝડપે જતી કારે યુવકને હવામાં ફંગોળ્યો

પોલીસે કાર ચાલક રોહિત નાયર સામે ફરિયાદ નોંધી હતી

છોટા ઉદેપુરમાં અમદાવાદ ઈસ્કોન બ્રિજ જેવી ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, બેફામ સ્પીડમાં જતી કારે એક યુવાનને અડફેટે લેતા તે હવામાં ફંગોળાયો હતો. સાથે જ આગળ ઉભેલી બાઈકને પણ ટક્કર મારી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

Accident: છોટા ઉદેપુરમાં ઇસ્કોન બ્રિજ જેવી ઘટના, પૂરઝડપે જતી કારે યુવકને હવામાં ફંગોળ્યો

મળતી જાણકારી અનુસાર, છોટા ઉદેપુરમાં ગઇકાલે યુવક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ અચાનક પાછળથી પૂરઝડપે આવી રહેલી કારે તેને ટક્કર મારી હતી. જેના કારણે યુવક ફંગોળાઈને જમીન પર પટકાયો હતો. યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સથી જનરલ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ માથાના ભાગે ગંભીર ઇજા થતાં વડોદરામાં રિફર કરવામાં આવ્યો છે. પોલીસે કાર ચાલક રોહિત નાયર સામે ફરિયાદ નોંધી હતી. છોટાઉદેપુરમાં રંગપુર નાકા પાસે ચાલતાં જતા વડોદરાના યુવાન હર્ષદભાઇ મારવાડીને પાછળથી પૂરપાટ ઝડપે આવતી  કારે હવામાં ફંગોળ્યો હતો. 

Accident: છોટા ઉદેપુરમાં ઇસ્કોન બ્રિજ જેવી ઘટના, પૂરઝડપે જતી કારે યુવકને હવામાં ફંગોળ્યો

ભરૂચમાં પણ એક નબીરાએ નશાની હાલતમાં કાર મકાનમાં ઘૂસાડી દીધી હતી. મળતી જાણકારી અનુસાર, અંકલેશ્વરમાં વધુ એક નબીરાએ નશાની હાલતમાં કાર મકાનમાં ઘૂસાડી દીધી હતી. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર ચાલકે કાર મકાનમાં ઘૂસાડી દીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઇ નહોતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે કારને જપ્ત કરી નબીરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધનીય છે કે તાજેતરમાં જ અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં આરોપી તથ્ય પટેલે પૂરઝડપે કાર ચલાવી નવ લોકોને કચડી નાખ્યા હતા. આ કેસમાં FSLની ટીમે ટ્રાફિક પોલીસને સોંપેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અકસ્માત સમયે આરોપી તથ્ય પટેલ 80ની નહીં પરંતુ 141.27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાની જગુઆર કાર દોડાવી રહ્યો હતો. એટલુ જ નહી જગુઆર કારની બ્રેકમાં પણ કોઈ જ ક્ષતિ ન હોવાનો આરટીઓ વિભાગે રિપોર્ટ હોવાથી હવે ટ્રાફિક પોલીસે એ દિશામાં આગળ તપાસ હાથ ધરી છે.                                                                           

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget