Accident: મહુધા નડીયાદ રોડ પર બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત, બે વ્યક્તિના મોત
ખેડા: મહુધા નડીયાદ રોડ પર બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ખેડા: મહુધા નડીયાદ રોડ પર બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર મહુધા નજીક મહુધા નડીયાદ રોડ પર ભૂલી ભવાની પાસે બાઈક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભૂલી ભવાની પાસે નડિયાદ તરફથી બાઈક આવી રહી હતી તે દરમ્યાન સામે મહુધા તરફથી આવતી દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા મહુધા પોલિસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં ભારે વરસાદ
Gujarat Rain Update: છેલ્લા ઘણી દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ વધારે વણસી છે. ભારે વરસાદને કારણે લાખો લોકોનું જીવન પ્રભાવિત થયું છે. સૌથી ખરાબ હાલત બિમાર લોકોની છે. રોડ રસ્તા ખરાબ હોવાથી અને વાહન વ્યવહાર ખોરાવાવાના કારણે સમયસર હોસ્પિટલે પહોંચી શકતા નથી. આવી ઘટમા સામે આવી છે છોટાઉદેપુર ખાતે, જ્યાં નસવાડીના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે.
છોટા ઉદેપુરના આમતા ગામે સગર્ભાને ઝોળીમાં બેસાડી અડધો કિલોમીટર લઈ જઈ 108 સુધી પહોંચાડવામાં આવી હતી. રોડ ઉપર માટીના થર જામી જતા 108 ગામ સુધી પહોંચી શકી નહોતી. જેના કારણે પરિજનો સગર્ભાને ઝોળીમાં બેસાડી 108 સુધી લઈ ગયા હતા. તો બીજી તરફ ચાર દિવસ બાદ પણ પ્રશાસને રસ્તા સાફ કરવાની કામગીરીના કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 219 તાલુકામાં વરસ્યો વરસાદ
ગાંધીનગરઃ ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ જિલ્લાના 219 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ કપરાડામાં સવા 10 ઈંચ ખાબક્યો હતો. તે સિવાય ચીખલીમાં 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય ગીર સોમનાથના સૂત્રાપાડામાં પોણા દસ ઇંચ, વલસાડના ધરમપુરમાં સાડા આઠ ઇંચ, નવસારી તાલુકામાં સવા આઠ ઇંચ, નવસારીના જલાલપોરમાં સાડા સાત ઇંચ, વાંસદામાં સાડા છ ઇંચ, ખેરગામમાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો હતો.