Accident: પાટણ-હારીજ હાઇવે પર મોડી રાત્રે સર્જાયો ટ્રિપલ અકસ્માત
Patan News: અકસ્માતમાં ઘાયલ લોકોને 108 મારફતે હારીજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
Patan Accident News: પાટણ-હારીજ હાઇવે પર આવેલી વાદી વસાહત પાસે મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા. બે આઇસર તેમજ ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેકટર તેમજ આઇસર પલટી મારી ગયા હતા. અકસ્માતમાં ઘાયલ લોકોને 108 મારફતે હારીજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
મહીસાગરના લુણાવાડામાં પાઘડી પ્રસંગમાં જતો ટેમ્પો પલટી જતાં 6 લોકોનાં મોત
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અરીઠા ગામે લગ્ન પૂર્વેની પાઘડીના પ્રસંગ માટે ટેમ્પોમાં જતા કન્યાપક્ષના લોકોને સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અકસ્માત થતાં ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પાંચના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં, એકનું સારવારમાં મોત થયું હતું. જ્યારે ૩૦થી વધુ લોકોને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગઢા ગામેથી સાતતલાવ ખાતે પાઘડીના પ્રસંગે ટેમ્પોમાં જઈ રહેલા ઇસમોને સામેથી આવતી કારની ટક્કર વાગતા ટેમ્પો ત્રણથી ચાર વખત પલટી ખાઈ ગયો હતો. અકસ્માતમાં 38 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જે ઈજાગ્રસ્તોને લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી પાંચના મોત નિપજ્યાં હોવાનું ફરજ પરના ડોક્ટરોએ જાહેર કર્યું હતું. ઇજાગ્રસ્તોને ગોધરા, લુણાવાડા, મોડાસાની હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. અકસ્માતના બનાવની જાણ થતાં જ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે ડોક્ટર અને બીજી સુવિધાઓના અભાવે લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
પરિણીતાને બે પુરુષ સાથે મળી ગઈ આંખ, બંનેને પડી ગઈ ખબર ને પછી.....
વડોદરામાં વેલેન્ટાઇન ડે એ જ કાંટારૃપ પ્રેમિકાની ક્રૂરતા પૂર્વક હત્યા કરનાર બે પ્રેમીઓ પાસે પુરાવા એકત્રિત કરવા માટે પોલીસે તેમને રિમાન્ડ પર લીધા છે. રણોલી સ્ટેશન સામે ચાલીમાં રહેતી ચમેલી ધસિયા નામની ત્રણ સંતાનની માતા તેના પતિને છોડી પ્રેમી અજય યાદવ સાથે વડોદરા રહેતી હતી.બંનેએ રૃમ ભાડે રાખ્યો ત્યારે પતિ-પત્ની તરીકે ઓળખ આપી હતી.પરંતુ અજયના આગામી તા.9મી માર્ચે લગ્ન થનાર હોવાથી તે ચમેલીથી છૂટવા માંગતો હતો. બીજીતરફ અજય યાદવ લગ્નની તૈયારી માટે યુપીના સોનભદ્ર જિલ્લાના મહુડી ગામે ગયો હતો ત્યારે ચમેલી નજીકમાં રહેતા સિક્યુરિટી ગાર્ડ ઉદયરાજ શુક્લાના સંપર્કમાં આવી હતી અને તેની સાથે શારીરિક સબંધો બાંધ્યા હતા.પરંતુ ઉદયરાજની પણ પત્ની પિયરથી આવનાર હોવાથી તે પણ ચમેલીથી છૂટવા માંગતો હતો.જ્યારે ચમેલી તેને છોડવા તૈયાર નહતી. આમ,ચમેલીથી છૂટવા માટે ઉદયરાજે બીજા પ્રેમી અજયનો સંપર્ક કરી તા.14મીએ હત્યાનો પ્લાન ઘડયો હતો અને પદમલા બ્રિજ પર પોતે બાઇક લઇપહોંચ્યો હતો.જ્યારે અજય અને ચમેલી ચાલતા આવતાં જ બંને પ્રેમીએ ચમેલીની હત્યા કરી તેને બ્રિજ પરથી ફેંકી દીધી હતી.પોલીસે અજય કિસ્મત યાદવ અને ઉદયરાજ શ્રીશિવરામ શુકલાને ચાર દિવસના રિમાન્ડ પર લીધા છે.