શોધખોળ કરો

Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ

હવામાન વિભાગેની આગાહી  વચ્ચે ગઇ કાલે ગુજરાતમાં લગભગ સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારમાં ગઇ કાલે ધોધમાર વરસાદ વરસ્યો. બે કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદથી દેવભૂમિ દ્વારકાનું ભાણવડ પાણી પાણી થયું છે. તો ખંભાળીયા પંથકમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે

Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે પણ વરસાદની માહોલ રહેશે. 14 જિલ્લા અને ત્રણ સંઘ પ્રદેશોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. તો મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર  કર્યું છે.  ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં  ભારે વરસાદ વરસી શકે છે.  

સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદ  વરસી શકે છે, હવામાન વિભાગે ત્રણેય સંઘ પ્રદેશોમાં યલો એલર્ટ જાહેર કરતા સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર છે.

હવામાન વિભાગેની આગાહી  વચ્ચે ગઇ કાલે ગુજરાતમાં લગભગ સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારમાં ગઇ કાલે ધોધમાર વરસાદ વરસ્યો. બે કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદથી દેવભૂમિ દ્વારકાનું ભાણવડ પાણી પાણી થયું છે. તો ખંભાળીયા પંથકમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.  પવન સાથે વરસેલા વરસાદથી ખંભાળીયાના નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.

મોડી રાત્રે વડોદરાના ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.  શિનોર રોડ, એસટી ડેપો, ઝારોલાવાગા, મહુડી ભાગોળ, નાંદોદી ભાગોળ, વિમલ પાર્ક સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા અને વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. સાઠોદ, વેગા, હાંસાપુર, અંબાવ અને રાજલી સહિતના ગ્રામ્ય પંથકમાં ગઇ કાલે  મેઘરાજા મનમૂકીની વરસતા જળભરાવની સ્થિતિ સર્જાઇ છે.

શુક્રવારે મોડી રાત્રે પશ્ચિમ કચ્છમાં પણ  મોસમનો મિજાજ બદલાયો હતો. . ભુજોડી, કુકમા, માધાપર અને ભૂજ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.  કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રોડ-રસ્તા  પાણી પાણી થયા છે.

ગાજવીજ અને ભારે પવન સાથે  વરસાદ જામનગરના લાલપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં.. ધોધમાર વરસાદને પગલે ઉમાધામ સોસાયટી, ચાર થાંભલા વિસ્તાર, ગાયત્રી સોસાયટી, શાક માર્કેટ સહિતના વિસ્તારોના રોડ-રસ્તા જળબંબાકાર થયા છે.

રાજ્યમાં ડેમ કેટલા ડેમ છલોછલ થયા

સારા વરસાદ અને પાણીની ભરપૂર આવકથી રાજ્યના 179 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 156 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 13 ડેમ એલર્ટ.. તો 70થી 80 ટકા ભરાયેલા 10 ડેમ વોર્નિંગ પર છે.

ચોમાસાની સિઝનમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 131.07 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે.  તો સૌરાષ્ટ્રમાં ખાબક્યો સિઝનનો અત્યાર સુધીનો 137.03 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 136.25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 127.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 110.19 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો

Gujarat Rain: નવરાત્રિ પર વરસાદની આગાહી, ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Rain Update: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ
Mushir Khan Accident: ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન કાર અકસ્માતમાં ઘાયલ, જાણો કેટલી ગંભીર છે ઈજા
Mushir Khan Accident: ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન કાર અકસ્માતમાં ઘાયલ, જાણો કેટલી ગંભીર છે ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hurricane Helene| હેલેને હચમચાવી દીધું અમેરિકાને, 30 લોકોના મોત | Watch VideoGujarat Heavy Rain News | મેઘરાજાના ટાર્ગેટ પર આજે ગુજરાતના આ 14 જિલ્લાઓ, જુઓ વીડિયોમાંGir Somnath | હજારો પોલીસ કર્મીઓ સાથે ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝરHun To Bolish | હું તો બોલીશ | હજુ પણ ક્યાં થશે જળબંબાકાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Rain Update: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ
Mushir Khan Accident: ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન કાર અકસ્માતમાં ઘાયલ, જાણો કેટલી ગંભીર છે ઈજા
Mushir Khan Accident: ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન કાર અકસ્માતમાં ઘાયલ, જાણો કેટલી ગંભીર છે ઈજા
Rain Forecast:ચોમાસાની વિદાયનો સમય નજીક પરંતુ વરસાદનું જોર યથાવત, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Rain Forecast:ચોમાસાની વિદાયનો સમય નજીક પરંતુ વરસાદનું જોર યથાવત, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
FIR Against Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ નોંધવામાં આવશે FIR, ચોંકાવનારો છે આરોપ
FIR Against Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ નોંધવામાં આવશે FIR, ચોંકાવનારો છે આરોપ
Delhi Suicide News: દિલ્હીમાં બંધ રૂમમાંથી મળ્યા એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ,જાણો મોતનું રહસ્ય
Delhi Suicide News: દિલ્હીમાં બંધ રૂમમાંથી મળ્યા એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ,જાણો મોતનું રહસ્ય
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Embed widget