શોધખોળ કરો

Gujarat Rain Forecast: રાજ્યના આ આઠ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

અડધા કલાક વરસેલા વરસાદે અમદાવાદ મહાનગર પાલિકાની ચાર મહિનાથી ચાલતી પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી છે. વરસાદના કારણે  17 સ્થળોએ પાણી  ભરાતા જનજીવન પ્રભાવિત થયુ છે.  10 રોડ બેસી ગયા.. તો ચાર ભૂવા અને 45 વૃક્ષો થયા ધરાશાયી છે.

Gujarat Rain Forecast:રાજ્યના આઠ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ છે. સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.. તો મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  

મંગળવારે વરસાદથી રાજ્યના 153 તાલુકા.. 70 તાલુકા તરબોળ થયા. એકથી પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો. પંચમહાલના કાલોલમાં સૌથી વધુ પાંચ, તો માતરમાં 4.64 ઈંચ  વરસાદ નોંધાયો છે.ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ એક્શન મોડમાં છે . ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, નર્મદા, વલસાડ, રાજકોટ અને કચ્છમાં NDRFની એક એક ટીમ તૈનાત  કરવામાં આવી છે.

અડધા કલાક વરસેલા વરસાદે અમદાવાદ મહાનગર પાલિકાની ચાર મહિનાથી ચાલતી પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી છે. વરસાદના કારણે  17 સ્થળોએ પાણી  ભરાતા જનજીવન પ્રભાવિત થયુ છે.  10 રોડ બેસી ગયા.. તો ચાર ભૂવા અને 45 વૃક્ષો થયા ધરાશાયી છે.

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 4.82 ટકા વરસાદ વરસી ચૂક્યો  છે.  સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 6.04, દક્ષિણ ગુજરાતમાં 5.74, મધ્ય ગુજરાતમાં 4.75 ટકા વરસાદ નોંધાયો છે.. તો કચ્છમાં 3.94 ટકા અને ઉત્તર ગુજરાતમાં  1.40 ટકા વરસાદ વરસ્યો છે. જમ્મુ-કશ્મીરથી તામિલનાડુ સુધી હળવાથી મધ્યમ અને ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. દિલ્લી, રાજસ્થાન, યુપી સહિતના રાજ્યોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દેશના ઘણા રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં  સિક્કિમ, અસમ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને લક્ષ્યદ્વિપમાં  ભારે વરસાદનું અનુમાન છે. ગોવામાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગે  અનુમાન વ્યક્ત કર્યું છે.

સાર્વત્રિક વરસાદથી સૌરાષ્ટ્રના જળાશયોમાં ધીમે ધીમે નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. 14 જળાશયોમાં નવા નીરની આવક થતાં રૂપાવટીમાં 12,સસોઈ-2માં 17 ફુટ પાણી આવ્યુ.. 30 ડેમ સાઈટ પર અડધાથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

રાજ્યના 207 જળાશયોમાં કુલ 38.19 ટકા જળસંગ્રહ છે.  સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 13.22, કચ્છના 20 જળાશયોમાં 21.99 ટકા જળસંગ્રહ છે. તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42.51 ટકા અને  દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં હાલ 31.76 ટકા જળસંગ્રહ.. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 25.73 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ  છે.

દિલ્હી, યુપી અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીથી રાહત મળી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મંગળવાર (25 જૂન, 2024)ના રોજ ચોમાસું આવી ગયું છે.

IMDએ જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મંગળવારે (25 જૂન, 2024) રાજસ્થાન પહોંચ્યું. ચોમાસાની ઉત્તરીય સીમા મુંદ્રા, મહેસાણા, ઉદયપુર, શિવપુરી, સિદ્ધિ, ચાઈબાસા, હલ્દિયા, પાકુર, સાહિબગંજ અને રક્સૌલમાંથી પસાર થઈ રહી છે.  હાલ  ચોમાસું લલિતપુર થઈને યુપી પહોંચી ગયું છે.

હવામાન વિભાગે કહ્યું કે, ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના ભાગોમાં આગળ વધી ગયું છે. વિભાગે કહ્યું કે, આવી સ્થિતિમાં આગામી સાત દિવસમાં પશ્ચિમ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget