શોધખોળ કરો

ગુજરાતીઓ માટે સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે શું આવ્યા ચિંતાજનક સમાચાર, જાણો વિગતો

રાજ્યમાં સતત વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે સૌથી મોટા ચિંતાજનક સમચાર આવ્યા છે. રાજયમાં આજે કોરોનાના કેસનો આંકડો 200ને પાર થયો છે.

અમદાવાદ: રાજ્યમાં સતત વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે સૌથી મોટા ચિંતાજનક સમચાર આવ્યા છે. રાજયમાં આજે કોરોનાના કેસનો આંકડો 200ને પાર થયો છે, આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ એક હજારને પાર થઈ છે. રાજ્યમાં હાલ 1086 એક્ટિવ કેસ છે. જેમાં 14 લોકો વેન્ટીલેટર પર છે. જ્યારે 1072 લોકો સ્ટેબલ છે. રાજયમાં અત્યાર સુધીમાં 8,18,363 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10114 લોકોના મોત થયા છે. 

રાજ્યમાં રિકવરી રેટ 98.65 ટકા છે. કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ પણ સતત વધી રહ્યા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના 24 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં આજે ઓમિક્રોનના 13 કેસ નોંધાયા છે. જેમાંથી 8 પુરુષ છે અને 5 મહિલા છે. 9 લોકો ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે જ્યારે 4 લોકો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસનો આંકડો 200ને પાર

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા  કેસ 200ને પાર થયા છે. રાજ્યમાં આજે 204 કેસ નોંધાયા છે.   બીજી તરફ 65  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,363  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.65 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે.  આજે 4,02,136  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 97, રાજકોટ કોર્પોરેશનમાં 33,  સુરત  કોર્પોરેશનમાં 22, વડોદરા  કોર્પોરેશનમાં 16,  ગાંધીનગર કોર્પોરેશનમાં 4, ખેડામાં 4, મહિસાગરમાં 3, રાજકોટ 3, અમદાવાદ 2, આણંદ 2, ભરુચ 2, કચ્છમાં 2,  બનાસકાંઠામાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, દાહોદ 1, ગાંધીનગર 1, જામનગર કોર્પોરેશનમાં 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 1,  મહેસાણામાં 1, નવસારીમાં 1, પંચમહાલમાં 1, સુરતમાં 1, સુરેન્દ્રનગર 1, વડોદરા 1 અને વલસાડમાં 1 નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1086  કેસ છે. જે પૈકી 14 વેન્ટીલેટર પર છે, જ્યારે 1072 નાગરિકો સ્ટેબલ છે. 8,18,363 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10114 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે જામનગર કોર્પોરેશનમાં 1 મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 2558 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 13944 લોકોને પ્રથમ અને 87118 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 44380 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 254129 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 4,02,136 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,85,98,366 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget