શોધખોળ કરો

Morbi Tragedy: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં નિરાધાર થયેલા બાળકોની વહારે આવ્યું આ ફાઉન્ડેશન, કરોડો રૂપિયાની સહાય આપવાની કરી જાહેરાત

Morbi Tragedy: મોરબી પુલ દુર્ઘટનામાં માતાના ગર્ભમાં ઉછરી રહેલ એક બાળક સહીત ૨૦ ભૂલકાઓ જેને માતા-પિતા કે કોઈ એકને ગુમાવ્યા છે તેવા બાળકોને છત્રછાયા પૂરી પાડવાના પ્રયાસના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશન મદદે આવ્યું છે.

Morbi Tragedy: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં માતાના ગર્ભમાં ઉછરી રહેલ એક બાળક સહીત ૨૦ ભૂલકાઓ જેને માતા-પિતા કે કોઈ એકને ગુમાવ્યા છે તેવા બાળકોને છત્રછાયા પૂરી પાડવાના પ્રયાસના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશન દ્વારા થાપણના સ્વરૂપમાં રૂપિયા ૫ કરોડ આપવાની જાહેરાત કરી છે.

સત્તાવાર રેકોર્ડ અનુસાર સાત બાળકોએ દુર્ઘટનામાં માતા અને પિતા ગુમાવતા નિરાધાર બન્યા છે અને ૧૨ બાળકો એવા છે જેમને માં-બાપ પૈકી કોઈ એકને ગુમાવ્યાં છે. અદાણી ફાઉન્ડેશન મોરબી જીલ્લા વહીવટી તંત્ર સાથે આ તમામ બાળકો અને પુલ દુર્ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર એક સગર્ભા મહિલાની કુખમાં ઉછરી રહેલ બાળક માટે પણ રૂ ૨૫ લાખની થાપણ ઉભી કરવા સંકલન કરી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, મચ્છુ નદી પર બાંધવામાં આવેલ એતિહાસિક ઝૂલતો પુલ ગત ૩૦ ઓક્ટોબરના રોજ તૂટી પડ્યો હતો જેમાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હતા. તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. પ્રીતિ જી અદાણીએ જણાવ્યું હતું કે મહામુલી જિંદગીનો ભોગ લેનાર કમનસીબ ઘટનાથી અતિ વ્યથિત છીએ અને પોતાના પ્રિયજનોને ગુમાવનાર લોકોના પ્રચંડ દર્દમાં અમારી સંવેદના વહેંચીએ છીએ. સૌથી વધુ ગંભીર ઈજાગ્રસ્તોમાં નાના બાળકો છે જેમાંથી ઘણાને હજુ સુધી માતા અથવા પિતા કે પછી માતાપિતા ક્યારેય ઘરે પાછા ફરશે નહિ ત્યારે નિરાધાર બનેલ બાળકોને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય અને પરિપૂર્ણ જીવન જીવવાનું સાધન ઉપલબ્ધ થાય તે માટે સંસ્થા કાર્ય કરી રહ્યું છે.

અદાણી ફાઉન્ડેશન રાહત કામગીરીના પ્રયાસોની દેખરેખ રાખતા સત્તાવાળાઓ સાથે પરામર્શમાં રહીને ૨૦ બાળકો માટે ચોક્કસ ભંડોળ સુરક્ષિત ફિક્સ ડીપોઝીટમાં મુકશે જેથી તેમની જરૂરિયાતોને ટેકો આપવા માટે વ્યાજની રકમ અકબંધ રહેશે. અદાણી ફાઉન્ડેશનના એકઝીકયુંટીવ ડાયરેક્ટર વસંત ગઢવીએ મોરબી જીલ્લા કલેકટરને મુખ્ય રકમ માટેનો સંકલ્પ પત્ર આજે સુપ્રત કર્યો હતો.

જાણો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી ચૂંટણી લડશે તેવા સંકેતો મળી રહ્યા છે. શંકરસિંહ કોંગ્રેસમાંથી  ચૂંટણી લડશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.  શહેરા બેઠક ઉપરથી શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડશે તેવો સૂત્રોએ દાવો કર્યો છે.  તો બીજી તરફ તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા બાયાડથી ચૂંટણી લડશે તેવો સૂત્રોનો દાવો છે.  આ અંગે હજુ કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં બાપુ કોંગ્રેસમાં જોડાવાના હતા. જો કે મલ્લિકાર્જુન ખડગેનો પ્રવાસ રદ્દ થતા હવે શંકરસિંહ વાઘેલા ક્યારે કોંગ્રેસમાં જોડાશે તે હજુ નક્કી નથી. અશોક ગેહલોત આજે અમદાવાદ આવશે અને આવતીકાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

RBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાંUSA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલRajkot Bank Election: નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું મતદાન શરૂ | Abp Asmita | 17-11-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget